18 May, 2023 10:24 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડેવિડ વૉર્નર ફાઇલ તસવીર
હિમાચલ પ્રદેશના ધરમશાલામાં ગઈ કાલે પંજાબ કિંગ્સ સામે દિલ્હી કૅપિટલ્સની ટીમનો આખો ટૉપ-ઑર્ડર ફૉર્મમાં આવી ગયો હતો. જોકે ટુર્નામેન્ટની બહાર થઈ જનારી આ પહેલી ટીમ માટે આ પર્ફોર્મન્સિસ બહુ મોડા પડ્યા એમ કહી શકાય. ખાસ કરીને વનડાઉન બૅટર રાઇલી રુસો (૮૨ અણનમ, ૩૭ બૉલ, છ સિક્સર, છ ફોર) ખૂબ સારું રમ્યો હતો, પરંતુ આ તેની આઠમી મૅચ હતી અને એમાં તેણે પહેલી વાર હાફ સેન્ચુરી ફટકારી છે. આ પહેલાંની ૭ મૅચમાં તેના સ્કોર્સ આ મુજબ હતા : ૩૦, ૦, ૧૪, ૮, ૩૫*, ૩૫ અને ૫.
દિલ્હીએ ગઈ કાલે ટૉપ-ઑર્ડરના ચારેય બૅટરના પર્ફોર્મન્સના આધારે ૨૦ ઓવરમાં માત્ર બે વિકેટે ૨૧૩ રન બનાવ્યા હતા. એમાં કૅપ્ટન ડેવિડ વૉર્નર (૪૬ રન, ૩૧ બૉલ, બે સિક્સર, પાંચ ફોર), પૃથ્વી શૉ (૫૪ રન, ૩૮ બૉલ, એક સિક્સર, સાત ફોર) અને વિકેટકીપર ફિલ સૉલ્ટ (૨૬ અણનમ, ૧૪ બૉલ, બે સિક્સર, બે ફોર)નાં પણ મોટાં યોગદાન હતાં. દિલ્હીની બન્ને વિકેટ સૅમ કરૅને લીધી હતી, જ્યારે અર્શદીપ, રબાડા, નૅથન એલિસ, રાહુલ ચાહર અને હરપ્રીત બ્રારને વિકેટ નહોતી મળી.
| આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં? | ||||||
| નંબર | ટીમ | મૅચ | જીત | હાર | પૉઇન્ટ | રનરેટ |
| ૧ | ગુજરાત | ૧૩ | ૯ | ૪ | ૧૮ | +૦.૮૩૫ |
| ૨ | ચેન્નઈ | ૧૩ | ૭ | ૫ | ૧૫ | +૦.૩૮૧ |
| ૩ | લખનઉ | ૧૩ | ૭ | ૫ | ૧૫ | +૦.૩૦૪ |
| ૪ | મુંબઈ | ૧૩ | ૭ | ૬ | ૧૪ | -૦.૧૨૮ |
| ૫ | બેંગ્લોર | ૧૨ | ૬ | ૬ | ૧૨ | +૦.૧૬૬ |
| ૬ | રાજસ્થાન | ૧૩ | ૬ | ૭ | ૧૨ | +૦.૧૪૦ |
| ૭ | કલકત્તા | ૧૩ | ૬ | ૭ | ૧૨ | -૦.૨૫૬ |
| ૮ | પંજાબ | ૧૨ | ૬ | ૬ | ૧૨ | -૦.૨૬૮ |
| ૯ | હૈદરાબાદ | ૧૨ | ૪ | ૮ | ૮ | -૦.૫૭૫ |
| ૧૦ | દિલ્હી | ૧૨ | ૪ | ૮ | ૮ | -૦.૬૮૬ |
| નોંધ ઃ તમામ આંકડા ગઈ કાલની દિલ્હી-પંજાબ મૅચ પહેલાંના છે. | ||||||