MI vs GT : વાનખેડેમાં સૂર્યા-નમસ્કાર

13 May, 2023 09:31 AM IST  |  Mumbai | Dinesh Savaliya

મુંબઈના સ્ટાર બૅટરે ૬ સિક્સર અને ૧૧ ફોરની રમઝટ સાથે આઇપીએલમાં ફટકારી પ્રથમ સેન્ચુરી : મુંબઈ પાંચ વિકેટે ૨૧૮ 

ગઈ કાલે વાનખેડેમાં ફુલ ફૉર્મમાં સૂર્યકુમાર યાદવ (તસવીર : પી.ટી.આઇ.)

બૅન્ગલોર સામેની મુંબઈ ઇન્ડિયન્સના સૂર્યકુમાર યાદવની શાનદાર ઇનિંગ્સ બાદ લેજન્ડ સુનીલ ગાવસકરે હાલના ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને એવા અર્થમાં ચેતવ્યા હતા કે વાનખેડેમાં સૂર્ય સામે નમસ્કાર કરવા તૈયાર રહેજો. ગાવસકરના એ સંકેતને સૂર્યકુમારે ગઈ કાલે વાનખેડેમાં ૬ સિક્સર અને ૧૧ ફોર સાથે ૪૯ બૉલમાં અણનમ ૧૦૩ રનની અફલાતૂન ઇનિંગ્સ વડે સચોટ સાબિત કર્યો હતો. સાથીઓ અને કરોડો ચાહકોમાં સૂર્યા તરીકે પણ ઓળખાતા સૂર્યકુમારની ફટકાબાજીને લીધે જ મુંબઈએ આ સીઝનમાં પહેલી વાર પ્રથમ બેટિંગ કરતાં ૨૦૦ પ્લસનો આંકડો પાર કર્યો હતો. મુંબઈએ ૨૦ ઓવરમાં તેમનો આ સીઝનનો હાઇએસ્ટ સ્કોર પાંચ વિકેટે ૨૧૮ રન બનાવ્યો હતો.

૧૦૩ રન એ સૂર્યકુમારનો આઇપીએલમાં હાઇએસ્ટ સ્કોર બની ગયો હતો. આ પહેલાં છેલ્લી મૅચમાં બૅન્ગલોર સામે બનાવેલા ૮૩ રન તેના હાઇએસ્ટ હતા.

સૂર્યકુમાર ઉપરાંત મુંબઈ વતી ઇશાન કિશન (૩૧), રોહિત શર્મા (૨૯), મુંબઈ વતી પ્રથમ મૅચ રમી રહેલા કેરલના વિષ્ણુ વિનોદ (૩૦) અને નેહલ વઢેરા (૧૫)એ યોગદાન આપ્યું હતું.

રાશિદ હિટ, બીજા ફ્લૉપ

ગુજરાત વતી માત્ર રાશિદ ખાન જ ૩૦ રનમાં ચાર વિકેટ સાથે કંઈક કમાલ કરી શક્યો હતો. મોહમ્મદ શમી (ચાર ઓવરમાં ૫૩ રન) અને અલ્ઝારી જોસેફ (ચાર ઓવરમાં બાવન રન) મોંઘા સાબિત થયા હતા, જ્યારે મોહિત શર્માએ ૪૩ અને નૂર અહમદે ૩૮ રન આપ્યા હતા.

સૂર્યા હવે થર્ડ-હાઇએસ્ટ

ગઈ કાલે ૧૦૩ રનથી શાનદાર ઇનિંગ્સ સાથે સૂર્યકુમાર યાદવ મુંબઈ વતી રન બનાવનારાની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. મુંબઈ વતી સૌથી વધુ ૪૯૨૯ રન રોહિત શર્માના છે. બીજા નંબરે કીરોન પોલાર્ડ (૩૪૧૨) છે, જ્યારે સૂર્યાએ ૮૧ મૅચમાં ૨૫૧૫ રન બનાવ્યા છે. રાયુડુ ૨૪૧૬ રન સાથે ચોથા નંબરે, સચિન ૨૩૩૪ રન સાથે પાંચમે અને ઈશાન કિશન ૧૯૧૭ રન સાથે છઠ્ઠે છે.

આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં?

નંબર

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

ગુજરાત

૧૧

૧૬

+૦.૯૫૧

ચેન્નઈ

૧૨

૧૫

+૦.૪૯૩

રાજસ્થાન

૧૨

૧૨

+૦.૬૩૩

‍૪

મુંબઈ

૧૧

૧૨

-૦.૨૫૫

લખનઉ

૧૧

૧૧

+૦.૨૯૪

બેંગ્લોર

૧૧

૧૦

-૦.૩૪૫

કલકત્તા

૧૨

૧૦

-૦.૩૫૭

પંજાબ

૧૧

૧૦

-૦.૪૪૧

હૈદરાબાદ

૧૦

-૦.૪૭૨

૧૦

દિલ્હી

૧૧

-૦.૬૦૫

નોંધ  તમામ આંકડા ગઈ કાલની મુંબઈ-ગુજરાત મૅચ પહેલાંના છે.

sports sports news cricket news indian premier league ipl 2023 mumbai indians gujarat titans