28 September, 2021 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુલદીપ યાદવ
કલકત્તાનો સ્પિનર કુલદીપ યાદવ ઘૂંટણની સિરિયસ ઈજાને લીધે યુએઈથી ભારત પાછો આવી ગયો છે. કુલદીપને પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. હવે તે પાછો જવાના કોઈ ચાન્સ ન હોવાથી તેને માટે આ સીઝન સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ટીમમાંથી પણ લાંબા સમયથી બહાર થઈ ગયેલો કુલદીપ ફરી સાજો થતાં ઘણો સમય લાગે એમ હોવાથી તે કદાચ આગામી ડોમેસ્ટિક સીઝન પણ ગુમાવી શકે છે.
કલકત્તા ટીમમાં પણ છેલ્લા ઘણા સમયથી પ્લેઇંગ ઇલેવનમાં મોકો મળતો ન હોવાથી તે નારાજ હતો અને હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં તેણે નારાજગી વ્યક્ત કરી હતી.