આવતા વર્ષે આઈપીએલમાં અમદાવાદની પણ ટીમ?

16 November, 2020 08:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આવતા વર્ષે આઈપીએલમાં અમદાવાદની પણ ટીમ?

ગૌતમ અદાણી

કોરોનાના કહેર વચ્ચે પણ UAEમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ને ખૂબ જ સફળતા મળી હતી. BCCI હવે આવતા વર્ષની આઈપીએલ માટે તૈયારી કરી છે. બોર્ડ વધુ ટીમનો સમાવેશ કરવાની વિચારણા કરી રહી છે. એવામાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ નવી ટીમ રજૂ કરવા માટે રસ દર્શાવ્યો છે, જેમાં અમદાવાદની ટીમનો સમાવેશ IPLમાં કરવાનો છે.

IPLમાં નવી 3 ટીમોનો સમાવેશ કરવાની સંભાવના છે. જેમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝીની પણ વાત ચાલી રહી છે. તેના માટે અદાણી ગ્રુપે રસ દાખવ્યો છે.

ઉપરાંત કાનપુર, લખનઉ અને પુણેની ટીમો અંગે પણ વિચાર થઇ રહ્યો છે. તેના માટે ગોયન્કા ગ્રુપ (Goenka Group)અને સાઉથના સુપર સ્ટાર મોહનલાલ (Mohan Lal)પણ કોઇ ટીમને ખરીદી શકે છે.

BCCI આઇપીએલના વિસ્તરણ અંગે ડિસેમ્બરમાં વાર્ષિક સામાન્ય સભા (AGM)માં નિર્ણય લઇ શકે છે. રિપોર્ટ મુજબ ગૌતમ અદાણીની માલીકીના અદાણી ગ્રુપ અને સંજીવ ગોયન્કા ઉપરાંત દક્ષિણના પ્રસિદ્ધ અભિનેતા મોહન લાલ ટીમોની ખરીદીની રેસમાં છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ જો નવી ટીમોને IPLમાં સામેલ કરે છે તો તેના માટે હરાજી યોજવી પડશે. જેનો લાભ 2-3 ટીમોની સાથે નવી ક્રિકેટ પ્રતિભાઓને થઇ શકે છે. આ ખેલાડીઓ સારા ખેલાડીઓની શોધમાં છે.

indian premier league cricket news sports news board of control for cricket in india