Eliminator, RCB vs KKR: KKR RCBને 4 વિકેટે હરાવી ક્વોલિફાયર-૨ સુધી પહોંચ્યું

11 October, 2021 11:40 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૧૩૮ રન બનાવ્યા હતા.

મોર્ગન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 58મો મુકાબલો આજે સાંજે ૭.30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Night Riders) વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૧૩૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૧૯.૪ ઓવરમાં ૧૩૯ રન બનાવી ૬ વિકેટના નુકસાન સાથે મેચ જીતી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગના એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 4 વિકેટે હરાવ્યું છે. 139 રનનો પીછો અંતિમ ઓવર સુધી ચાલ્યો જ્યાં KKRને જીતવા માટે 7 રનની જરૂર હતી. શાકિબ અલ હસને અંતિમ ઓવરના પહેલા બોલ પર સમયસર બાઉન્ડ્રી ફટકારીને પોતાની ટીમને ક્વોલિફાયર 2 સુધી પહોંચાડી હતી. લક્ષ્યનો પીછો કરતા કોલકાતાએ મધ્ય-ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પાંચમા ક્રમે બેટિંગ કરવા આવેલા સુનીલ નારાયણે માત્ર એક ઓવરમાં રમત મેચની ગતિ બદલી નાખી હતી, જ્યાં તેણે ડેનિયલ ક્રિશ્ચિયનના બોળ પર 3 સિક્સર ફટકારી હતી.

હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ તેમની ક્લિનિકલ બોલિંગ અને બે વિકેટ સાથે ફરી એક વખત RCB માટે સ્ટાર હતા. હર્ષલ પટેલે આ વર્ષે તેની 32 વિકેટ સાથે આઇપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટના ડ્વેન બ્રાવોના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. આ હાર સાથે RCB માટે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ એક યુગનો અંત આવ્યો છે. 32 વર્ષીય વિરાટ કોહલી હવે આગામી સીઝનથી ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન રહેશે નહીં. જોકે, વિરાટે સ્પષ્ટ કરી દીધું હતું કે તે પોતાની અંતિમ આઈપીએલ મેચ રમે ત્યાં સુધી RCB સાથે રહેવા માગે છે. કોલકાતા હવે બુધવારે ક્વોલિફાયર 2માં દિલ્હી કેપિટલ્સ સામે મુકાબલો કરશે અને જીતનાર ટીમ ધોનીની ચેનાઈ સામે ફાઇનલમાં ટકરાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પ્લેઇંગ ૧૧માં વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, શ્રીકર ભરત (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, ડેનિયલ ક્રિશ્ચિયન, શાહબાઝ અહેમદ, જ્યોર્જ ગાર્ટન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ હતા.

જ્યારે કોલકત્તા નાઈટ રાઇડર્સના પ્લેઇંગ ૧૧માં શુભમન ગિલ, વેંકટેશ અય્યર, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઇઓન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાકિબ અલ હસન, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી હતા.

ipl 2021 sports news cricket news kolkata knight riders royal challengers bangalore