ઑસ્ટ્રેલિયા સામેના પરાજયે છતી કરી ભારતની વર્લ્ડ કપની તૈયારીની સમસ્યા

26 March, 2023 10:38 AM IST  |  Mumbai | Umesh Deshpande

ટીમ ઇન્ડિયાએ પોતાના અભિગમમાં મોટા પાયે ફેરબદલ કરવો જરૂરી, જૂના જોગીઓને બદલે યુવા ખેલાડીઓને સમયાંતરે તક આપવી જરૂરી છે

ઑસ્ટ્રેલિયા સામેના પરાજયે છતી કરી ભારતની વર્લ્ડ કપની તૈયારીની સમસ્યા

ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં મળેલી ૧-૨ની હાર ભારત માટે આંચકાજનક સાબિત થઈ છે. ઘરઆંગણે ચાર વર્ષ બાદ ભારત સિરીઝ હાર્યું છે. વળી એ પણ એવા સમયે જ્યારે વર્ષના અંતે ભારતમાં જ વન-ડે વર્લ્ડ કપ યોજાવાનો છે. પરિણામે ભારતે વન-ડેમાં પોતાની તૈયારીમાં મોટા પાયે ફેરબદલ કરવો પડશે. સામાન્ય રીતે ટેસ્ટ ડિફેન્સિવ તો ટી૨૦માં આક્રમક રમત બતાવવાની હોય છે, પરંતુ વન-ડેમાં આ બન્નેનું મિશ્રણ એટલે ક્યારેક આક્રમક તો ક્યારેક ડિફેન્સિવ રમવાનું હોય છે, પરંતુ ભારતીય બૅટર્સ લાગે છે કે આ ટેક્નિક ભૂલી ગયા છે. 

રોહિતને બદલે હાર્દિકને કૅપ્ટન્સી 

ચેન્નઈ સામેની મૅચમાં ભારતના પરાજયને કારણે રોહિતની કૅપ્ટન્સી પર સવાલ ઊભા થયા છે. રોહિતને બદલે હાર્દિકને વન-ડેમાં પણ કૅપ્ટન બનાવીને ભારતે નવા અભિગમ સાથે આગળ વધવું જોઈએ એવું ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે. હાર્દિક જે રીતે કૅપ્ટન્સી દરમ્યાન બધાને સાથે લઈને ચાલે છે એ વાત બહુ મહત્ત્વની છે. ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતે જે રીતે ધોનીના નેતૃત્વમાં એક યુવા ટીમને મોકલી અને પછી જે થયું એ તો ઇતિહાસ છે. આવું જ કંઈક ભારતે ઘરઆંગણે રમાનારા વર્લ્ડ કપ માટે પણ વિચારવું જોઈએ.

ટૉપ ઑર્ડરની નિષ્ફળતા

ળતા આ વખતે છતી થઈ છે. ઓપનિંગમાં શુભમન ગિલ અને વિકેટકીપર-બૅટર ઈશાન કિશનને તક આપવી જોઈએ. રોહિતની બૅટર તરીકે નિષ્ફળતા ભારતને બહુ મોંઘી સાબિત થઈ રહી છે. જોકે તેને પણ એક સ્ટ્રૉન્ગ મેસેજ આપવાની જરૂર છે. એ જ પ્રમાણે વિરાટ કોહલીનો વિકલ્પ શોધવાનો પ્રયાસ પણ ભારતે ઝડપથી શરૂ કરવો પડશે. કે. એલ. રાહુલ પહેલી મૅચમાં રમ્યો એ જોતાં ભારતને થોડી હાશ થઈ હતી. ચેન્નઈની મૅચમાં રાહુલ તેમ જ કોહલી ઘણું ધીમું રમ્યા હતા, જેને કારણે જાડેજા અને પંડ્યાની જોડી પર રનરેટનો ભાર વધી ગયો હતો. તો રાહુલે આ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે અને પોતાની સ્પિન સામેની નબળાઈને ઝડપથી દૂર કરવી પડશે. સમગ્ર સિરીઝ દરમ્યાન તે એકંદરે નિષ્ફળ સાબિત થયો હતો. ટી૨૦ મૅચનો હીરો વન-ડેમાં સાવ ઝીરો સાબિત થયો હતો. સૂર્યકુમાર યાદવે પોતાની નિષ્ફળતાનું કારણ શોધીને એને વહેલી તકે દૂર કરવાની જરૂર છે. 

આ પણ વાંચો:  ભારતે ૪ વર્ષ અપરાજિત રહેવાની પરંપરા અને નંબર વન રૅન્ક ગુમાવ્યાં

ત્રણ ઑલરાઉન્ડર ખેલાડી

૧૯૮૩ના વર્લ્ડ કપ બાદ પહેલી વાર ભારત પાસે હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલના રૂપમાં ત્રણ ઑલરાઉન્ડર છે. વળી આ ત્રણેય હાલમાં સારા ફૉર્મમાં છે. જાડેજા અને અક્ષર બન્ને લેફ્ટ આર્મ સ્પિનર છે. કેટલાક અક્ષર પટેલને બદલે સ્પિન બોલિંગમાં વિવિધતા મળે એ માટે ઑફ સ્પિનર વૉશિંગ્ટન સુંદરને રમાડવાની વાત કરે છે, કારણ કે તે પણ સારી બૅટિંગ કરી જાણે છે, પરંતુ હાલમાં તો ટીમ-મૅનેજમેન્ટ અક્ષરના પર્ફોર્મન્સ પર પૂરેપૂરો ભરોસો રાખી રહ્યું છે.

બોલર્સનું સારું પ્રદર્શન

ભારતીય ફાસ્ટ બોલર્સ મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું છે. ચેન્નઈમાં જ્યારે ઑસ્ટ્રેલિયાએ ૨૦૩ રનમાં પોતાની ૭ વિકેટ ગુમાવી હતી ત્યારે રોહિતે તેમની પાસે બોલિંગ કરાવવાની જરૂર હતી. જોકે એમ ન થતાં પૂંછડિયા બૅટર્સે કરેલા રન ભારતને છેવટે ભારે પડ્યા. સ્પિનરમાં કુલદીપ યાદવને બદલે યુઝવેન્દ્ર ચહલને તક આપવી જોઈએ. 

sports sports news indian cricket team cricket news australia