ભારતીય મહિલા ટીમ ટી૨૦ની ફાઇનલમાં

07 August, 2022 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉમનવેલ્થની રોમાંચક સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડને ચાર રનથી હરાવ્યું ઃ સ્મૃતિ મંધાના, જેમાઇમા રૉડ્રિગ્સ અને સ્નેહ રાણાએ કર્યું શાનદાર પ્રદર્શન

કૉમનવેલ્થની ટી-૨૦ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યા બાદ ઉજવણી કરતી ભારતીય મહિલા ટીમ

કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલી જ વખત રમાતી મહિલાઓની​ ક્રિકેટ સ્પર્ધાની રોમાંચક સેમી ફાઇનલમાં ભારતે ગઈ કાલે ઇંગ્લૅન્ડને ચાર રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં તેની ટક્કર ઑસ્ટ્રેલિયા અથવા ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાનારી બીજી સેમી ફાઇનલના વિજેતા સાથે આજે થશે. 
ભારતની જેમ જ ઇંગ્લૅન્ડે ૧૪ ઓવરમાં ૩ વિકેટે ૧૧૩ રન કર્યા હતા. જીતવા માટે છેલ્લા ૩૦ બૉલમાં ૪૮ રન કરવાના હતા. ઍમી જૉન્સે શેફાલી વર્માની ઓવરમાં ૧૫ રન લીધા, પરંતુ ત્યાર બાદ દીપ્તિ શર્માએ માત્ર ત્રણ રન જ આપ્યા. ઇંગ્લૅન્ડે ૧૮ બૉલમાં ૩૦ રન કરવાના હતા. કૅપ્ટન નૅટ સાયવરે જોખમી સિંગલ લેવાનો પ્રયાસ કર્યો જેમાં ઍમી જૉન્સ (૩૧)  રનઆઉટ થતાં ૫૪ રનની પાર્ટનરશિપનો અંત આવ્યો હતો. સ્નેહ રાણાએ છેલ્લી ઓવરમાં ૧૪ રન ન થવા દઈ ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાનાના ૬૧ રન અને જેમાઇમા રોડ્રિગ્સના નૉટઆઉટ ૪૪ રનના કારણે ભારતે પાંચ વિકેટે ૧૬૪ રન કર્યા હતા. 

sports news cricket news indian womens cricket team