બેવડી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ લગ્ન માટે મુકી છે શરત

18 July, 2020 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બેવડી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ લગ્ન માટે મુકી છે શરત

સ્મૃતિ મંધાના

અજુર્ન એવૉર્ડ વિજેતા અને ભારતીય મહિલા ટીમની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાનો આજે એટલે કે 18 જૂલાઈએ 23મો જન્મ દિવસ છે. ભારતનું નેશનલ ક્રશ કહેવાતી આ મહિલા ક્રિકેટરને નામે અનેક રેકૉર્ડ છે. ભારતીય ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારવાનો રેકૉર્ડ પણ સ્મૃતિ મંધાનાના નામે છે. બેવડી સદી ફટકારનાર આ મહિલા ક્રિકેટરે લગ્ન માટે પણ બે શરતો મુકી છે. જે ખરેખર જાણવા જેવી છે.

સ્મૃતિ મંધાનાએ ક્રિકેટમાં અનેક રેકૉર્ડ બનાવ્યા છે. અન્ડર-19 ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર તરફથી રમતી વખતે ગુજરાત સામે 150 બોલમાં 224 રન બનાવ્યા હતા. ગયા વર્ષે સ્મૃતિ મંધાના વનડે ક્રિકેટ ટીમમાં સૌથી ઝડપી 2,000 રન પુરા કરનાર ત્રીજી મહિલા ક્રિકેટર બની હતી. જ્યારે ભારતમાં આટલા રન પુરા કરનાર બીજી ક્રિકેટર હતી. ગત વર્ષે તેને આઈસીસી ઓડીઆઈ પ્લેયર અને વિઝડન તરફથી મહિલા લિડિંગ ક્રિકેટરનો એવૉર્ડ આપવામાં આવ્યો હતો.

સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી સ્મૃતિ મંધાનાના સોશ્યલ મીડિયા પર બહુ જ ફોલોઅર્સ છે. આ ફોલોઅર્સ સતત અવનવા પ્રશ્નો કરતા હોય છે. એવા જ એક ફૅને પ્રશ્ન કર્યો હતો કે, લાઈફ પાર્ટનર માટે તમારી શું શરતો છે. ત્યારે સ્મૃતિએ જવાબ આપ્યો હતો કે, લગ્ન કરવા માટે અને લાઈફ પાર્ટનર માટે મારી બે શરતો છે. નંબર એક તેને મારાથી પ્રેમ હોવો જોઈએ અને નંબર બે એને પહેલા નંબરની વાત યાદ રહેવી જોઈએ.

કિયા સુપર લીગ અને બીબીએલ જેવી લીગમાં ઉત્તમ પ્રદર્શન કરનાર સ્મૃતિ મંધાના ગત વર્ષે સૌથી યુવાન વયે ભારતીય ટી20 ટીમની કૅપ્ટન બનનારા મહિલા હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર જખમી હોવાને કારણે શ્રેણીમાં રમતી નહોતી. એટલે મંધાનાએ કપ્તાની સંભાળી હતી.

sports sports news cricket news indian womens cricket team happy birthday