18 June, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીરે ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો
ભારતીય ટીમનો ભૂતપૂર્વ ઓપનર, ભૂતપૂર્વ સંસદસભ્ય અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર ગૌતમ ગંભીરે ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહને શુભેચ્છા આપવા માટે મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગંભીર ઈસ્ટ દિલ્હીથી સંસદસભ્ય બન્યો હતો. તેણે પોતાની ક્રિકેટ-કોચિંગની કરીઅર પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્રિય રાજકારણમાંથી બ્રેક લીધો છે. પહેલી જુલાઈએ તેના ભારતીય હેડ કોચ બનવાની જાહેરાત થાય એવા અહેવાલ છે.