ભારતીય ક્રિકેટ ટીમનો પુર્વ ઓલ રાઉન્ડર દિનેશ મોંગિયાએ નિવૃતી જાહેર કરી

18 September, 2019 06:00 PM IST  |  Mumbai

ભારતીય ક્રિકેટ ટીમનો પુર્વ ઓલ રાઉન્ડર દિનેશ મોંગિયાએ નિવૃતી જાહેર કરી

દિનેશ મોંગીયા

Mumbai : ભારતના પૂર્વ ઓલરાઉન્ડર દિનેશ મોંગિયાએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સૌરવ ગાંગુલીની સુકાની પદ હેઠળ દિનેશ મોંગીયાએ 2003ના વર્લ્ડ કપમાં રનર અપ રહેનાર ટીમનો સભ્ય રહ્યો હતો. દિનેશ મોંગીયાએ અંતિમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ વર્ષ 2007માં પંજાબ માટે રમી હતી.ત્યાર બાદ તેણે ISL (ઇન્ડિયન સુપર લીગ) માં ભાગ લીધો હતો અને બોર્ડે તેના રમવા પર પ્રતિબંધ મુક્યો હતો.


મોંગિયાએ પંજાબ માટે 1995-96ની સીઝનમાં રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તે પછી સતત સારા પ્રદર્શનના લીધે ઇન્ડિયન ટીમમાં સ્થાન મળ્યું હતું. 2002માં ઝિમ્બાબ્વે સામે 159 રનની ઇનિંગ્સ રમીને તેણે પોતાની છાપ છોડી હતી. તેણે ભારત માટે 57 વનડેમાં 27.95ની એવરેજથી 1230 રન કર્યા હતા. તેમજ 1 માત્ર ટી-20માં 38 રન ફટકાર્યા હતા.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

મોંગિયાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં
121 મેચોમાં 21 સદી મારી હતી. ISLમાં રમ્યા પછી મોંગિયા ફરી વાર ક્રિકેટમાં કમબેક કરી શક્યો ન હતો. તેને ગઈ સીઝનમાં પંજાબ ક્રિકેટ એસોશિયેસનનો સિલેક્ટર બનાવવામાં આવ્યો હતો.

cricket news board of control for cricket in india