વેજિટેરિયન બન્યા બાદ હું ખૂબ જ સારું ફીલ કરી રહ્યો છું : કોહલી

24 October, 2019 02:38 PM IST  |  નવી દિલ્હી

વેજિટેરિયન બન્યા બાદ હું ખૂબ જ સારું ફીલ કરી રહ્યો છું : કોહલી

વિરાટ કોહલી

ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીની ઓવરઑલ પર્ફોર્મન્સના કારણે વિશ્વભરમાં પ્રશંસા કરાઈ રહી છે. ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાને લીડ કરનાર કોહલી પણ યંગસ્ટર્સનો આદર્શ બની ગયો છે. જોકે કોહલીએ હાલમાં જ નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી ‘ગેમ ચેન્જર્સ’ જોઈ હતી. આ જોયા બાદ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘નેટફ્લિક્સ પર મેં હાલમાં જ ‘ગેમ ચેન્જર્સ’ જોઈ છે. એક વેજિટેરિયન એથ્લીટ હોવાથી મને એક અહેસાસ થયો છે કે વર્ષોથી હું ડાયટને લઈને જે વિચારી રહ્યો હતો એ ખોટું હતું. આ ખૂબ જ અદ્ભુત ડૉક્યુમેન્ટરી હતી. વેજિટેરિયન બન્યા બાદ મારી લાઇફમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે અને હું ખૂબ જ સારું ફીલ કરી રહ્યો છું.’

virat kohli sports news cricket news