ઇન્ડિયન ગર્લ્સ સ્ટ્રૉન્ગ બનીને કમબૅક કરશે : વિરાટ કોહલી

09 March, 2020 04:29 PM IST  |  Mumbai Desk

ઇન્ડિયન ગર્લ્સ સ્ટ્રૉન્ગ બનીને કમબૅક કરશે : વિરાટ કોહલી

વિરાટ કોહલી

ભારતીય મહિલા ટીમને ભલે વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં પરાજય મળ્યો હોય, પણ જે પ્રમાણે ટીમે આખી ટુર્નામેન્ટમાં પર્ફોર્મ કર્યું છે એ જોતાં અનેક દિગ્ગજ પ્લેયરોએ તેમની ગેમનાં વખાણ કર્યાં છે. 

ભારતીય ક્રિકેટ કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ‘વિમેન્સ ટીમ વધારે સ્ટ્રૉન્ગ બનીને કમબૅક કરશે. ટી૨૦ વર્લ્ડ કપ કૅમ્પેનમાં ઇન્ડિયન ગર્લ્સે જે પ્રમાણે પ્રયાસ કર્યો છે એ ખરેખર કાબિલે તારીફ છે અને અમને એ માટે તમારા પર ગર્વ છે. મને વિશ્વાસ છે કે ભારતીય મહિલા ટીમ પહેલાં કરતાં વધારે સ્ટ્રૉન્ગ બનીને કમબૅક કરશે.’

માત્ર વિરાટ કોહલી જ નહીં; ગૌતમ ગંભીર, જસપ્રીત બુમરાહ અને મયંક અગરવાલ જેવા પ્લેયરો સહિત ભારતીય ક્રિકેટ બોર્ડે પણ વિમેન્સ ટીમના વખાણ કર્યાં છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને કહ્યું કે ‘જે પ્રમાણે જોઈતું હતું એ પ્રમાણે આજે પરિણામ ન મળ્યું, પણ આખી ટુર્નામેન્ટમાં વિમેન્સ ટીમ જે પ્રમાણે રમી છે એ જોતાં અમને તેમના પર ગર્વ છે.’

virat kohli sports sports news cricket news