વિરાટ કોહલી પહેલા આ ભારતીય બૉલર બન્યો પિતા, દીકરીનો થયો જન્મ

01 January, 2021 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વિરાટ કોહલી પહેલા આ ભારતીય બૉલર બન્યો પિતા, દીકરીનો થયો જન્મ

તસવીર સૌજન્ય જાગરણ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર ઉમેશ યાદવની પત્ની તાન્યાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. ઉમેશ યાદવે પોતે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ સમાચાર બધાની સાથે શૅર કર્યા, અને લખ્યું કે, ઇટ્સ અ ગર્લ. જણાવવાનું કે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી પણ પિતા બનવાનો છે અને આશા છે કે અનુષ્કા શર્મા પણ આ મહિને જ બાળકને જન્મ આપી શકે છે.

ઉમેશ યાદવ આ પહેલા ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયા સાથે હતો અને ઇન્જર્ડ થયા પછીતે બુધવારે ભારત પાછો આવ્યો. ઉમેશ યાદવ બૉક્સિંગ ડે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇન્જર્ડ થઈ ગયો હતો અને ત્યાર પછી તે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો. તો હવે ઉમેશ યાદવની જગ્યાએ ટીમમાં નટરાજનને સામેલ કરવામાં આવ્યો છે જ્યારે ત્રીજી ટેસ્ટ માટે રોહિત શર્મા ટીમમાં સામેલ થયો છે.

ટી નટરાજનને ટીમમાં સામેલ કરવાને લઈને બીસીસીઆઇ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઑલ ઇન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ ટીમમાં ઉમેશ યાદવના રિપ્લેસમેન્ટ તરીકે ટી નટરજનને સામેલ કર્યો છે જ્યારે શાર્દુલ ઠાકુરને ટેસ્ટ ટીમમાં મો. શમીની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. હવે ઉમેશ યાદવ અને મો. શમી એનસીએમાં રિહેબિલિટેશન માટે જશે.

જણાવવાનું કે ભારતીય ટીમને હવે ત્રીજી ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 7 જાન્યુઆરીથી રમાવાની છે અને આ મેચ માટે ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. ભારત આ ટેસ્ટ સીરિઝમાં હાલ 1-1ની સમાનતા પર છે અને સીરિઝમાં આગળ વધવા માટે તેણે સિડની ટેસ્ટ મેચમાં જીત મેળવવી પડશે. હવે આજિંક્ય રહાણેની કૅપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા શું મેલબર્ન જેવું પ્રદર્શન સિડનીમાં ફરી કરી શકશે તે જોવું રસપ્રદ રહેશે.

sports sports news cricket news umesh yadav