લૉકડાઉનમાં કોહલી ઍન્ડ ટીમની ફિટનેસનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

13 May, 2020 03:28 PM IST  |  New Delhi | Agencies

લૉકડાઉનમાં કોહલી ઍન્ડ ટીમની ફિટનેસનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

વિરાટ કોહલી

વિરાટ કોહલી ઍન્ડ ટીમ લૉકડાઉનમાં પણ પોતાની ફિટનેસનું ખાસ્સું ધ્યાન રાખી રહી છે. ઇન્ડિયન ટીમના ટ્રેઇનર મૅક્સ વેબ અને ફિઝિયો નીતિન પટેલ તેમની દરેક ફિટનેસની બાબત પર ધ્યાન રાખી રહ્યા છે. લૉકડાઉન પહેલાં ઈજાગ્રસ્ત થયેલા રોહિત શર્મા, દીપક ચાહર અને ઇશાન્ત શર્માને સરખી રીતે રિહેબની સુવિધા મળી રહે એ વિશે પણ વિશેષ ધ્યાન રખાઈ રહ્યું છે. આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું કે ‘પ્લેયરોને ફિટ રાખવા આ પ્રકારની તરકીબ અજમાવવામાં આવી છે. તેમના સ્ટ્રેન્ગ્થ ઍન્ડ કન્ડિશનિંગ ક્લાસ પણ લેવામાં આવી રહ્યા છે. પ્લેયરોનો પર્ફોર્મન્સ પણ મૅક્સ અને નીતિન દ્વારા ઍથ્લિટ મૉનિટરિંગ સિસ્ટમના માધ્યમથી તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જો પ્લેયરોને કોઈ સલાહ જોઈતી હોય અથવા તો મૅક્સ અને નીતિનને કોઈ સલાહ આપવી હોય તો પણ તેઓ આ સિસ્ટમની મદદથી એ કામ પૂરું પાડે છે. કોરોના વાઇરસની મહામારી પહેલાં આપણા કેટલાક પ્લેયર ઈજાગ્રસ્ત થયા હતા તેમનું પણ રિહેબ બરાબર ચેક કરવામાં આવી રહ્યું છે જેથી આ સમયમનો સારો એવો સદુપયોગ કરી શકાય અને ફીલ્ડ પર આવવા માટે તેઓ એકદમ રેડી રહે. વાસ્તવમાં એ લોકો સતત ટ્રાવેલિંગ કરતા હતા અને રમી રહ્યા હતા એને લીધે મોટા ભાગના પ્લેયરો અને સપોર્ટ-સ્ટાફ પણ થાકી ગયા હતા. આ લૉકડાઉનમાં તેમને આરામ કરવાની સારી એવી તક પણ મળી ગઈ છે.’

ભરચક સ્ટેડિયમનો જાદુ ક્યારે પણ રિક્રીએટ ન કરી શકાય : કોહલી

વિરાટ કોહલી ખાલી સ્ટેડિયમમાં રમવા નથી માંગતો કેમ કે તેનું કહેવું છે કે દર્શકોથી ભરચક સ્ટેડિયમમાં જે જાદુ હોય છે એ ક્યારે પણ રિક્રીએટ નથી કરી શકાતો. ખાલી સ્ટેડિયમમાં મૅચ રમાડવાની વાત પર મિક્સ પ્રતિસાદ મળી રહ્યા છે. તાજેતરમાં એક ટીવી ચૅનલને આપેલી ઓનલાઈન મુલાકાતમાં કોહલીએ કહ્યું ‘મેં આ વિષય પર ઘણો વિચાર કર્યો. આ શક્ય પણ છે. તે થવું જોઈએ, પણ મને નથી ખબર કે લોકો એને કઈ રીતે લેશે. અમે લોકોની સામે રમવા ટેવાયેલા છે. તમે જ્યારે પોતાના કે અન્ય દેશના ગ્રાઉન્ડમાં લોકોની સામે રમો છો ત્યારે તેમની એનર્જી જોઈ શકો છો. તેમની એનર્જી જોવાની તમને આદત છે. તમે દર્શકોની લાગણીમાં વહેતા થઈ જાઓ છો. તેમની તમારી પાસે જે આશા હોય છે એ ગ્રાઉન્ડમાં દેખાઈ આવે છે, જે એલક એલગ જ લેવલ પર હોય છે. જો તમારી પાસે એ વાતાવરણ સ્ટેડિયમમાં ન હોય તો દર્શકોનો એ જાદુ તમે રિક્રેએટ ન કરી શકો. માટે સ્પોર્ટ્સ થવી જોઈએ પણ કદાચ તમને એ પ્રમાણેનું વાતાવરણ ન મળી રહે. ક્રાઉડ પ્લેયરોની સાથે ખુશ-નાખુશ થતા જાણે છે અને તેમના તરફથી મળતો પ્રતિસાદ ફરી પાછો રિક્રીએટ કરવો અઘરો છે.’

ક્યારેય નહોતું વિચાર્યું કે અનુષ્કા સાથે આટલો સમય વીતાવવા મળશે : કોહલી

લોકડાઉનમાં મળેલી પળથી વિરાટ કોહલી ખુશ છે એમ કહી શકાય કેમ કે તેણે ક્યારે વિચાર્યું પણ નહોતું કે તેને અનુષ્કા સાથે આટલો લાંબો સમય સાથે વિતાવવા મળશે. આ દંપત્તી સોશ્યલ મીડિયા પર ઘણાં વિડિયો અપલોડ કરતી રહે છે. આ વિશે વિરાટે કહ્યું કે ‘અમે બન્ને એકબીજાને લાંબા સમયથી જાણીએ છીએ. સાચું કહું તો આ સૌથી લાંબો સમય છે જ્યારે અમે એકબીજા સાથે સમય વિતાવી રહ્યાં છીએ. હું ટૂર પર હોઉ અને અનુષ્કા એના કામમાં બિઝી હોય છે. ક્યારેક તે મુંબઈમાં કામમાં વ્યસ્ત હોય અને હું એ સમયે ઘરે બેઠો હોઉ. કોઈપણ રીતે અમારી પાસે સાથે મળીને વિતાવવા સમય નહોતો રહેતો પણ આ ગાળામાં અમને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળી. આ ઘણી સારી વાત છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે અનુષ્કા સાથે આટલો સમય વિતાવવા મળશે. અમે દિવસમાં એકબીજા સાથે આટલો સમય ભાગ્યે જ વિતાવી શકતા હતા.’

virat kohli cricket news sports news lockdown