ટીમ ઇન્ડિયાના આ 5 ધુંઆધાર ક્રિકેટરોના છે જન્મદિવસ, તમામ એકથી એક ચઢિયાતા

06 December, 2019 05:32 PM IST  |  Mumbai

ટીમ ઇન્ડિયાના આ 5 ધુંઆધાર ક્રિકેટરોના છે જન્મદિવસ, તમામ એકથી એક ચઢિયાતા

જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા

ભારતીય ક્રિકેટ ટીમ માટે 6 ડિસેમ્બર ઘણી મહત્વની છે. કારણ કે પાંચ ભારતીય ક્રિકેટરોના આજે એટલે કે 6 ડિસેમ્બરે જન્મદિસવ છે. જેમાંથી ત્રણ ખેલાડીઓ ટીમ ઇન્ડિયા માટે નિયમીત રીતે રમે છે. તો એક ક્રિકેટરે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. આ પાંચ ક્રિકેટરોમાંથી બે ક્રિકેટરો ગુજરાતના છે.

6 ડિસેમ્બરના રોજ ટીમ ઇન્ડિયાના ગુજરાતી ક્રિકેટર જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાનો જન્મદિવસ છે.તો અન્ય ખેલાડીઓમાં શ્રેયસ અય્યર, કરૂણ નાયર અને આર.પી. સિંહનો પણ જન્મદિવસ છે. મહત્વની વાત એ છે કે 6 ડિસેમ્બરના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનાર ટી20 મેચ માટે રવીન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યર ટીમમાં સામેલ છે. તો જસપ્રીત બુમરાહ હાલ ટીમથી દુર છે અને પોતાની ફિટનેસને લઇને કામ કરી રહ્યો છે. જ્યારે કરૂણ નાયર ટીમ ઇન્ડિયાનો હિસ્સો નથી. તો આર.પી. સિંહે ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દુધું છે.

રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજા આડે 31 વર્ષનો થઇ ગયો છે. તેનો જન્મદિસવ 6 ડિસેમ્બર 1988ના રોજ સૌરાષ્ટ્રના જામનગર શહેરમાં થયો હતો. રવીન્દ્ર જાડેજાએ પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત 2009માં શ્રીલંકા સામે વન-ડે મેચથી કરી હતી. જાડેજા અત્યાર સુધી 156 વન-ડે મેચમાં 30.84ની એવરેજથી 2128 રન બનાવ્યા છે. જેમાં 11 અડધી સદીનો સમાવેશ છે. જાડેજાએ બોલ દ્વારા પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધી 178 વિકેટ ઝડપી છે. તો ટેસ્ટ ક્રિકેટમાં તેણે 211 વિકેટ ઝડપી ચુક્યો છે.


જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહનો પણ આજે જન્મ દિવસ છે. તેનો 6 ડિસેમ્બર 1993 ના રોજ અમદાવાદમાં જન્મ થયો હતો. બોલીંગમાં જસપ્રીત બુમરાહનો સૌથી મોટો હથિયાર યોર્કર છે. જેમાં વિશ્વના કોઇ પણ બેટ્સમેન થાપ ખાઇ જતાં હોય છે. જસપ્રીત બુમરાહ અત્યાર સુધી 58 વન-ડે મેચ રમીને 103 વિકેટ ઝડપી ચુક્યો છે. તો 42 ટી20 મેચમાં 51 વિકેટ ઝડપી છે. જ્યારે 5 જાન્યુઆરી 2018ના રોજ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને તેણે ટેસ્ટમાં પહેલી જ વિકેટ દિગ્ગજ ક્રિકેટર એબીડી વિલિયર્સની ઝડપી હતી. બુમરાહે કુલ 12 ટેસ્ટ મેચમાં 62 વિકેટ ઝડપી છે.

શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર 25 વર્ષનો મુંબઇનો ક્રિકેટર છે. આ યુવા ક્રિકેટરે પોતાના શાનદાર ક્રિકેટથી ટીમ ઇન્ડિયામાં જલ્દી પોતાની જગ્યા બનાવી લીધી છે. હાલ તે ટીમ ઇન્ડિયાની ટી20 અને વન-ડે ટીમમાં શામેલ છે. જોકે તેને પ્લેઇંગ 11માં બહુ વધારે તક નથી મળી. પણ ફ્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 54 મેચમાં 52.18 ની એવરેજથી 4592 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યરે અત્યાર સુધી 9 વન-ડે અને 11 ટી20 મેચ રમી છે.

કરૂણ નાયર:
જોધપુરમાં જન્મેલ કરૂણ નાયર મુળ કર્ણાટકનો છે. 28 વર્ષનો કરૂણ નાયર ટેસ્ટ ક્રિકેટમાં વીરેન્દ્ર સહેવાગ બાદ ત્રેવડી સદી લગાવનાર બીજો ભારતીય ક્રિકેટર છે. જોકે તેને ટેસ્ટ મેચમાં બહું ઓછી તક મળી છે. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ત્રીજી જ ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. પરંતુ ત્યાર બાદ તે માત્ર ત્રણ જ ટેસ્ટ મેચ રમી શક્યો છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

આર.પી. સિંહ :
રાયબરેલીમાં જન્મેલા આર.પી. સિંહ આજે 34 વર્ષનો થયો છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટમાં તે ફાસ્ટ બોલર તરીકે શાનદાર કારકિર્દી શરૂ કરી હતી. આર.પી. સિંહે વર્ષ 2006 પાકિસ્તાન સામે ફૈસલાબાદમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. મહત્વનું છે કે આર.પી. સિંહે પોતાની પહેલી જ મેચમાં મેન ઓફ ધ મેચ બની ઇતિહાસ રચ્યો હતો. વર્ષ 2007માં પેહલા ટી20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવા માટે આર.પી. સિંહે મહત્વપુર્ણ ભુમિકા ભજવી હતી. આર.પી. સિંહે 14 ટેસ્ટ મેચમાં 40 વિકેટ ઝડપી હતી. તો વન-ડે ક્રિકેટમાં કેણે 58 મેચમાં 69 વિકેટ ઝડપી છે. જો તેણે 10 ટી20 મેચમાં 15 વિકેટ ઝડપી છે.

cricket news jasprit bumrah ravindra jadeja team india shreyas iyer karun nair board of control for cricket in india