હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત : 6 મહિનાથી વધુ સમય ક્રિકેટથી દુર રહી શકે છે

02 October, 2019 09:05 PM IST  |  Mumbai

હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત : 6 મહિનાથી વધુ સમય ક્રિકેટથી દુર રહી શકે છે

હાર્દિક પંડ્યા

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના અને ગુજરાતી ઓલ રાઉન્ડર એવા હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતાં ક્રિકેટથી દુર થઇ ગયો છે. આમ તે હવે આવનારી બાંગ્લાદેશ સામેની ટી20 સીરિઝમાં નહીં રમી છે. મળી રહેલી માહિતી પ્રમાણે હાર્દિક પંડ્યાને પીઠની નીચેના ભાગમાં ફરી દુખાવો થઈ રહ્યો છે. એક અહેવાલ અનુસાર હાર્દિક પંડ્યાને સર્જરી પણ કરાવવી પડી શકે છે અને તે 6 મહિના માટે રમતથી દૂર રહે તેવી શક્યતા છે.

આ પણ જુઓ : હાર્દિક પંડ્યાની જેવા દેખાવું છે 'કૂલ', તો જાણો તેના સ્ટાઈલ સીક્રેટ

બાંગ્લાદેશ સામેની ટી20 સીરિઝમાં પણ હાર્દિક પંડ્યા નહીં રમી શકે
BCCI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈજાની સમસ્યાને જોતા હાર્દિક પંડ્યા ડૉક્ટર્સને મળવા માટે ઈંગ્લેન્ડ જશે. ગત સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમિયાન પ્રથમવાર તેને પીઠની નીચેના ભાગમાં દુખાવો થયો હતો. બુમરાહ પણ સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે ટીમની બહાર થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે,'હાર્દિક ઈંગ્લેન્ડ જશે. તે એ ડૉક્ટરને મળશે જેણે અગાઉ તેની સારવાર કરી હતી. જોકે હાલ એ માહિતી નથી કે તે કેટલો સમય ટીમની બહાર રહેશે. પંડ્યાએ 11 ટેસ્ટમાં 17 વિકેટ ઝડપી અને 532 રન કર્યા છે. તેણે 54 વન-ડેમાં 937 રન કર્યા છે અને 54 વિકેટ ઝડપી છે. હાર્દિકે 40 ટી-20માં 310 રન કર્યા અને 38 વિકેટ ઝડપી છે.

cricket news hardik pandya team india