ટીમ ઇન્ડિયાનો નવા કોચનો કાર્યકાળ ટી20 વર્લ્ડ સુધી રહેશે

16 August, 2019 05:34 PM IST  |  Mumbai

ટીમ ઇન્ડિયાનો નવા કોચનો કાર્યકાળ ટી20 વર્લ્ડ સુધી રહેશે

Mumbai : ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આજે ટીમ ઇન્ડિયાના નવા કોચની જાહેરાત કરશે. ભારતીય ક્રિકેટ ટીમનો આગામી કોચ કોણ હશે એ વાતનો નિર્ણય 16 ઓગસ્ટે થઈ જશે. કપિલ દેવ (Kapil Dev), અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની ટીમ આ પદ માટે શુક્રવારે 6 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. ટીમ ઇન્ડિયાના (Team India)ના મુખ્ય કોચ માટે મુંબઇ ખાતે આવેલી બીસીસીઆઇની ઓફિસમાં ઇન્ટરવ્યૂ થવાના છે. નવા કોચનો કાર્યકાળ 2021માં થનારા ટી20 વિશ્વકપ સુધીનો હશે. નવા કોચની ઘોષણા સાંજે સાત વાગ્યે થવાની છે.

નવા કોચનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ 2021 સુધી રહેશે
ભારતીય ક્રિકેટ બોર્ડ (
BCCI) અધિકારીએ માહિતી આપી છે કે નવા કોચનો કાર્યકાળ 2021માં યોજાનારા ટી20 વિશ્વકપ સુધી જ રહેશે. ટીમના નવા કોચિંગ સ્ટાફનો કાર્યકાળ પણ એટલો જ રહેશે. આ વિશે વિશેષ માહિતી આપતા આ કાર્યકાળ પછી ફરીથી કોચની પસંદગી પ્રક્રિયા શરૂ થશે.

આ પણ જુઓ : World Cup:1983 વર્લ્ડ કપના રૅર ફોટોઝ, માણો 1983ની જીતનો રોમાંચ

રવી શાસ્ત્રી કોચ માટેની હોડમાં મોખરે માનવામાં આવી રહ્યા છે
ભારતીય ક્રિકેટ ટીમના કોચના પદ માટેની દોડમાં પ્રવર્તમાન કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નો પક્ષ સૌથી વધુ મજબુત છે. આ સિવાય આ પદ માટેના દાવેદારોમાં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હેસન, શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મુડી, વેસ્ટ ઇન્ડિઝ તેમજ અફઘાનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સિમંસ, ભારતના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ રોબિન સિંહ તેમજ ભારતના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત પણ શામેલ છે.

cricket news ravi shastri board of control for cricket in india