04 March, 2025 06:59 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં ભારતે શાનદાર રીતે ન્યૂઝીલૅન્ડને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા સાથે ટકરાશે. મૅચ પછી, જ્યારે ભારતીય ડ્રેસિંગ રૂમમાં ખેલાડીને ‘બૅસ્ટ ફિલ્ડરનો મૅડલ’ આપવામાં આવી રહ્યો હતો ત્યારે એક એવી ઘટના બની હતી, જેને લઈને રૂમમાં થોડા સામે સુધી તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. કારણ કે ડ્રેસિંગ રૂમમાંથી બૅસ્ટ ફિલ્ડરનો મૅડલ જ ગાયબ થઈ ગયો હતો. મૅડલ ગાયબ થાય બાદ ખેલાડીઓએ તરત શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે જેને વીડિયો BCCI દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
વીડિયોની શરૂઆતમાં, ઇન્ડિયન ક્રિકેટ ટીમના બધા ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ભેગા થયેલા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ બધાને સંદેશ આપતા જોવા મળે છે. તે કહે છે કે આપણે ગન ફિલ્ડિંગ વિશે વાત કરીએ છીએ અને ન્યુઝીલૅન્ડ સામેની મૅચમાં અમારા ખેલાડીઓએ મેદાન પર ચપળતા બતાવી. ઉત્તમ કૅચ લેવા ઉપરાંત, તેમણે ઘણા રન પણ બચાવ્યા. દિલીપે શ્રેષ્ઠ ફિલ્ડર માટે ત્રણ ખેલાડીઓનું નામાંકન કર્યું. જેમાં અક્ષર પટેલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે. આ પછી ફિલ્ડિંગ કોચે કહ્યું કે આ વખતે એવોર્ડ થ્રો ડાઉન નિષ્ણાત ઉદેનાક નુવાન સેનેવિરત્ને દ્વારા આપવામાં આવશે.
ખેલાડીઓ મૅડલની રાહ જોવાનું શરૂ કરે છે કે તરત જ વાતાવરણ બદલાઈ જાય છે અને બધા ખેલાડીઓ અને સ્ટાફ મૅડલ શોધવાનું શરૂ કરે છે. વિરાટ કોહલી કહે છે કે મૅડલ પોતે જ ગાયબ થઈ ગયો છે. કોઈ મૅડલ નથી. પછી અક્ષર પૂછે છે- ક્યાં છે? કૅમેરામૅન જઈને શમી અને રોહિત સહિત તેઅંન બીજા ખેલાડીની શોધ કરે છે. જોકે આ મૅડલ અક્ષર પટેલ પાસેથી મળી આવે છે. તે બાદ અક્ષર મૅડલને ઉડેન્કાને પાસ કરે છે અને પછી ઉડેન્કા કોહલીના માથા પર મૅડલ લગાવે છે અને તેને શ્રેષ્ઠ ફિલ્ડર જાહેર કરે છે. આ સમય દરમિયાન, ભારતીય ખેલાડીઓ પણ ખૂબ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.
ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું
સ્પિનર વરુણ ચક્રવર્તીના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે ભારતે ગ્રુપ A ની તેમની છેલ્લી લીગ મૅચમાં ન્યુઝીલૅન્ડને 44 રનથી હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજમાં ભારતનો અજેય સિલસિલો ચાલુ રહ્યો કારણ કે ટીમે ત્રણેય મૅચ જીતીને ગ્રુપ A માં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારત હવે 4 માર્ચે દુબઈમાં સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ગ્રુપ B માં બીજા સ્થાને રહી. દરમિયાન, અન્ય એક સેમિફાઇનલમાં, ન્યુઝીલૅન્ડ 5 માર્ચે પાકિસ્તાનના લાહોરમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે અને તે બાદ ફાઇનલ મૅચની જાહેરાત થશે.