Badminton : કેનેડા ઓપનમાં પારૂપલ્લી કશ્યપ ફાઇનલમાં પહોંચ્યો

08 July, 2019 02:44 PM IST  |  Mumbai

Badminton : કેનેડા ઓપનમાં પારૂપલ્લી કશ્યપ ફાઇનલમાં પહોંચ્યો

ભારતીય બેડમિન્ટન સ્ટાર પારૂપલ્લી કશ્યપ

Mumbai : રાષ્ટ્રમંડલ રમતોના પુર્વ ચેમ્પિયન ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પારૂપલ્લી કશ્યપ (Parupalli Kashyap) એ કેનેડા ઓપન બીડબ્ય્એફ ટુર સુપર 100 ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. છઠ્ઠો સીડ ધરાવતા પારૂપલ્લી કશ્યપએ શાનદાર પ્રદર્શન કરતા સેમી ફાઇનલમાં 14-21, 21-17 અને 21-18 થી ચોથા સીડ ચીની તાઇપે વાંગ જુ વેઈને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ખેલાડી કશ્યપે 1 કલાક 10 મિનિટમાં આ મેચ પોતાના નામે કરી હતી. આ જીતની સાથે કશ્યપે ચીની તાઇપે ખેલાડી વાંગ જુ વેઈ સામેના કારકિર્દી રેકોર્ડમાં 3-0 થઇ ગયો છે.



સૌરભને હરાવનાર ખેલાડી સામે કશ્યપ ફાઇનલમાં ટકરાશે
ટુર્નામેન્ટની ફાઇનલમાં વર્લ્ડ નંબર 36 પારૂપલ્લી કશ્યપનો સામનો વર્લ્ડ નંબર 126  ચીનના લી શી ફેંગ સામે થશે. જોકે કશ્યપ પહેલીવાર લી શી ફેંગ સામે રમશે. લી શી ફેંગે આ પહેલાની મેચમાં ભારતના જ યુવા ખેલાડી સૌરભ વર્માને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોંચ્યો હતો. લી શી ફેંગે 38 મિનિટની મેચમાં 21-15 અને 21-11 ના બે સેટથી સૌરભ વર્માને હરાવ્યો હતો.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

કશ્યપે ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના લુકાસને હરાવ્યો હતો
ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પારૂપલ્લી કશ્યપે ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ ક્લેરબોઉટને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચ્યો હતો. આ મેચમાં કશ્યપે રોમાંચક મેચમાં 12-21, 23-21 અને 24-22 થી લુકાસને માત આપી હતી. આ મેચ કશ્યપે 1 કલાક 16 મિનિટમાં જીતી હતી. કશ્યપે આ મેચમાં જીત સાથે જ ફ્રાન્સના લુકાસ સામે પોતાનો મેચ રેકોર્ડ 2-0 કર્યો હતો. આ મેચની વાત કરીએ તો કશ્યપે ખરાબ શરૂઆત કરી હતી. એક સમયે મેચમાં કશ્યપ 5-2થી પાછળ હતો અને આ પહેલો સેટ 12-21થી હાર્યો હતો. બીજા સેટમાં કશ્યપે શાનદાર વાપસી કરી હતી અને 8-4થી આગળ નીકળ્યા બાદ  બાકીના બંને સેટ જીતીને મેચ પોતાના નામે કરી હતી.

badminton news parupalli kashyap sports news