ભારતીય ટીમ અને ઑસ્ટ્રેલિયન ટીમની કોરોના-ટેસ્ટ નેગેટિવ

05 January, 2021 03:41 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમ અને ઑસ્ટ્રેલિયન ટીમની કોરોના-ટેસ્ટ નેગેટિવ

ત્રીજી ટેસ્ટ મૅચ માટે સિડની જતાં પહેલાં ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયાના પ્લેયરોની અને સપોર્ટ-સ્ટાફની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી, જે નેગેટિવ હતી. બહાર લંચ લેવાના મામલે વિવાદમાં ફસાયેલા પાંચ પરાક્રમીઓ - રોહિત શર્મા, રિષભ પંત, પૃથ્વી શૉ, શુભમન ગિલ અને નવદીપ સૈનીનો કોરોના-રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો અને તેઓ પણ ટીમ ઇન્ડિયા સાથે સિડનીનો પ્રવાસ કરશે. જોકે તેમને અલગ-અલગ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાથી તેઓ ટીમથી અલગ રહીને પ્રૅક્ટિસ કરશે. ઑસ્ટ્રેલિયન ટીમના પ્લેયર્સ, સ્ટાફ અને મૅચના અધિકરીઓની કોરોના-ટેસ્ટ પણ નેગેટિવ આવી હતી.

sports sports news cricket news coronavirus covid19