IND VS WI: ક્લિન સ્વીપ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ધમાકેદાર શરૂઆત

03 September, 2019 08:05 AM IST  | 

IND VS WI: ક્લિન સ્વીપ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ધમાકેદાર શરૂઆત

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જમૈકાના સબીના પાર્કમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે 257 રનથી જીત મેળવી લીધી છે. આ સાથે જ ભારતે ટેસ્ટ સિરીઝ પણ 2-0થી પોતના નામે કરી છે. ભારતીય ટીમે મેઝબાન ટીમ વેસ્ટ ઈન્ડીઝ ટીમના સુપડા સાફ કરી દિધા છે. સોમવારે ચોથા દિવસે મેચને જીતવા ભારતીય ટીમને 8 વિકેટની જરૂર હતી. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટની સાથે વન-ડે અને T-20 સિરીઝ પણ પોતાના નામે કરી. ભારતીય ટીમે કેરેબિયન ટીમને ત્રણેય ફોર્મેટમાં ક્લિન સ્વીપ આપી છે. આ ટેસ્ટ જીત સાથે ભારતે 60 પોઇન્ટ મેળવ્યા છે અને કુલ 120 પોઇન્ટ સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલા સ્થાને છે.

ભારતીય ટીમના મિડલ ઓર્ડરમાં હનુમા વિહારના પ્રથમ ઈનિંગમાં ધમાકેદાર સેન્ચરી અને બીજી ઈનિંગમાં હાફ સેન્ચુરીની મદદથી ભારતીય ટીમ મોટો સ્કોર બનાવી શકી. હનુમા વિહારીને તેના પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ સિલેક્ટ કરવામાં આવ્યો હતો. બીજી ટેસ્ટમાં હનુમાએ કુલ 164 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ ભારતીય ટીમનો દમખમ દેખાયો પહેલી ઈનિંગમાં બુમરાહે હેટ્રિક સાથે 6 વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઈનિંગમાં શામી-જાડેજાએ 3-3 વિકેટ ઝડપી જ્યારે ઈશાંત શર્માના નામે 2 અને બુમરાહના નામે 1 વિકેટ રહી.

મેચના ચોથા દિવસની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ માટે સારી રહી હતી. વેસ્ટ ઈન્ડિઝે મેચના પહેલા 1 કલાકમાં કોઈ પણ વિકેટ ગુમાવી નહી પરંતુ ત્યારબાદ જાડેજાએ રોસ્ટન ચેઝને આઉટ કર્યો અને ત્યારબાદ ઈશાંત શર્માએ વેસ્ટ ઈન્ડિઝને બીજો ઝાટકો આપ્યો. ચાર વિકેટ પછી જેર્મેન બ્લેકવુડ અને સામર્હ બ્રૂક્સે સારી પાર્ટનરશિપ કરી હતી જો કે તેમની ઈનિંગ ટીમને જીત અપાવી શકે તેમ ન હતી અને અંતે વેસ્ટ ઈન્ડિઝ ટીમ 210 રને ઓલઆઉટ થઈ ગઈ અને ભારતીય ટીમે 257 રનથી મેચ અને સિરીઝ પણ પોતાના નામે કરી હતી.

cricket news sports news gujarati mid-day