બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતનો થયો સતત બીજો વિજય, ઑસ્ટ્રેલિયાને ૨૦૯ રનથી કચડ્યું

13 November, 2025 10:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૯૩ના ટાર્ગેટ સામે કાંગારૂ ટીમ માત્ર ૫૭ રનમાં આૅલઆઉટ

ફાઇલ તસવીર

નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતની ટીમે ફૉર્મ જાળવી રાખતાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયાને ૨૦૯ રનથી કચડી નાખ્યું હતું. પ્રથમ બૅટિંગ કરતાં ભારતીય ટીમે કૅપ્ટન દીપિકા ટીસીના ૫૮ બૉલમાં ૯૧ અને ફુલા સરેનના આક્રમક ૨૨ બૉલમાં અણનમ ૫૪ રનની મદદથી ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૯૨ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયન ટીમ ૧૯.૩ ઓવરમાં માત્ર ૫૭ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. દીપિકાને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.

અન્ય એક મૅચમાં નેપાલની ટીમે શ્રીલંકાને ૯ વિકેટે પરાસ્ત કરી હતી. 

t20 world cup womens world cup cricket news sports sports news india australia