ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યુ કે એક ઈનિંગમાં 12 ખેલાડીએ કરી બેટિંગ

03 September, 2019 02:03 PM IST  | 

ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યુ કે એક ઈનિંગમાં 12 ખેલાડીએ કરી બેટિંગ

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર બન્યું છે કે 12 બેટ્સમેનોએ બેટિંગ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે 12 પ્લેયરે બેટિંગ કરી છતા ટીમ મેચ જીતી શકી નહી. આ ઘટના બની ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જમૈકા રમાયેલી બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં. ભારતે આપેલા ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમના 12 પ્લેયર રમ્યા છતા મેચ જીતી શક્યા હતા નહી.

બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી બીજી ઈનિંગમાં કુલ 12 બેટ્સમેને બેટિંગ કરી હતી જેમાંથી 10 બેટ્સમેન આઉટ થયા હતા. નિયમો ઉલ્લંઘન વગર 12 પ્લેયરોએ બેટિંગ કરી. એવુ કઈ રીતે શક્ય બને કે ક્રિકેટ મેચની એક ઈનિંગમાં 12 પ્લેયરે બેટિંગ કરી હોય. મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં જ્યારે ડેરેન બ્રાવો બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ઈશાંત શર્માનો બોલ હેલમેટની પાછળ વાગ્યો હતો જો કે ત્યારબાદ દિવસ પૂરો થઈ ગયો હતો. જો કે ચોથા દિવસે રમવામાં બેચેની અનુભવતા રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર જતો રહ્યો હતો. અને ત્યારબાદ સબસ્ટીટ્યૂટ પ્લેયર બેટિંગ કરવા આવ્યો. અન્ય પ્લેયરોએ પણ બેટિંગ કરી આમ એક ઈનિંગમાં કુલ 12 પ્લેયરોએ બેટિંગ કરી હતી.

શું છે નિયમ?

ICCએ હાલમાં જ આ નિયમ લાગૂ કર્યો છે. આ નિયમ અનુસાર માથાનાં ભાગે કે તેની આસપાસના ભાગે કોઈ પણ પ્લેયરને બોલ વાગે અને તે બેચેની અનુભવે કે બેહોશ થાય તો તેની જગ્યાએ સબસ્ટીટ્યૂટ પ્લેયર બેટિંગ કરી શકે છે. નિયમ અનુસાર સબસ્ટીટ્યૂટ પ્લેયર તેની જ શ્રેણીનો હોવો જોઈએ જે ઈજાગ્રસ્ત થયો હોય.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આ મામલે ધોનીને મુક્યો પાછળ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જમૈકાના સબીના પાર્કમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે 257 રનથી જીત મેળવી. આ સાથે જ ભારતે ટેસ્ટ સિરીઝ પણ 2-0થી પોતના નામે કરી. સોમવારે ચોથા દિવસે મેચને જીતવા ભારતીય ટીમને 8 વિકેટની જરૂર હતી. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટની સાથે વન-ડે અને T-20 સિરીઝ પણ પોતાના નામે કરી. ભારતીય ટીમે કેરેબિયન ટીમને ત્રણેય ફોર્મેટમાં ક્લિન સ્વીપ આપી છે. આ ટેસ્ટ જીત સાથે ભારતે 60 પોઇન્ટ મેળવ્યા છે અને કુલ 120 પોઇન્ટ સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલા સ્થાને છે.

cricket news sports news gujarati mid-day