ઇશાંતના તરખાટ સામે વિન્ડીઝનો ધબડકો, જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ

24 August, 2019 10:54 AM IST  |  Mumbai

ઇશાંતના તરખાટ સામે વિન્ડીઝનો ધબડકો, જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ

ઇશાંત શર્મા (PC : BCCI)

Mumbai : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલ પહેલી ટેસ્ટ મેચમાં બીજા દિવસે ઇશાંત શર્માની શાનદાર બોલીંગના પગલે વેસ્ટ ઇન્ડિઝનો ધબડકો થયો હતો. બીજા દિવસના અંતે વેસ્ટ ઇન્ડિઝે 189 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. તે હજું ભારતના સ્કોરથી 108 રન પાછળ છે. ભારતીય ટીમ પહેલી ઇનીંગમાં 297 રન નોંધાવ્યા હતા. ઇશાંત શર્માના તરખાટ સામે વિન્ડીઝનો એક પણ બેટ્સમેન મોટી ઇનીંગ રમવામાં સફળ રહ્યો ન હતો. ઇશાંત શર્માએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી તરફ ગુજરાતી બોલર જસપ્રીત બુમરાહે પણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પુરી કરી હતી. બીજા દિવસના અંતે વેસ્ટ ઇન્ડિઝ તરફથી જેસન હોલ્ડર (10 રન) અને કમિંસ (0 રન) પર મેદાન પર છે.



રવિન્દ્ર જાડેજાના શાનદાર 58 રન
ભારતે બીજા દિવસે 94 રન ઉમેર્યા હતા. ટીમમાં ગુજરાતી ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટીંગનો પરચો બતાવતા ટીમ ઇન્ડિયાને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ 112 બોલમાં ઉપયોગી 58 રન નોંધાવ્યા હતા. આમ રવિન્દ્ર જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 11મી અડધી સદી ફટકારી હતી. જાડેજા અને ઇશાંત શર્માએ આઠમી વિકેટ માટે મહત્વના 60 રન જોડ્યા હતા. ઇશાંતે 62 બોલનો સામનો કરી 19 કર્યા હતા અને રવિન્દ્ર જાડેજાનો સુંદર સાથ આપ્યો હતો.

આ પણ જુઓ : જસપ્રીત બુમરાહ:આ ફાસ્ટ બોલર છે બહેનોનો લાડલો

બુમરાહે પોતાની 50મી ટેસ્ટ વિકેટ ઝડપી પ્રસાદ અને શમીનો રેકોર્ડ તોડ્યો
ભારતના ડેથ ઓવર સ્પેશ્યાલીસ્ટ ગુજરાતી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પહેલી ટેસ્ટમાં ડેરેન બ્રાવોના રૂપમાં એક માત્ર વિકેટ મળી છે. ત્યારે આ વિકેટ ઝડપતાની સાથે જ બુમરાહે પોતાની ટેસ્ટ કારકિર્દીની 50મી વિકેટ પુરી કરી હતી. આ 50મી વિકેટ સાથે બુમરાહે પુર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીનો રેકોર્ડ તોડ્યો હતો. બુમરાહે પોતાની 11મી ટેસ્ટમાં જ આ સિદ્ધી નોંધાવી. આ પહેલા ભારત તરફથી પુર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીએ પોતાની 13મી ટેસ્ટમાં 50 વિકેટ ઝડપી હતી. જે બુમરાહે 11મી ટેસ્ટમાં જ આ સિદ્ધી પોતાના નામે કરી હતી.

સૌથી ઓછી ટેસ્ટમાં 50 ટેસ્ટ વિકેટનો ભારતનો રેકોર્ડ અશ્વિનના નામે છે
ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ટેસ્ટમાં 50 વિકેટ લેવાનો રેકોર્ડ હાલ અશ્વિનના નામે છે. તેણે માત્ર 9 ટેસ્ટમાં જ 50 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. તો ત્યાર બાદ ભારતના દિગ્ગજ સ્પીનર અનિલ કુંબલેનું નામ આવે છે. તેણે 10 મેચમાં 50 ટેસ્ટ વિકેટ ઝડપી હતી. તો ત્યાર બાદ હરભજન અને બુમરાહે 11 ટેસ્ટમાં આ સિદ્ધી મેળવી હતી.

cricket news ishant sharma team india ravindra jadeja jasprit bumrah west indies