ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગુરૂવારે શરૂ થશે સીરિઝની પહેલી ટેસ્ટ

12 October, 2019 01:25 PM IST  |  Antigua

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગુરૂવારે શરૂ થશે સીરિઝની પહેલી ટેસ્ટ

ભારતીય ટીમ (PC : BCCI)

Antigua : ટીમ ઇન્ડિયા પોતાની પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવા જઇ રહી છે. ગુરૂવારથી વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થઇ રહેલ ટેસ્ટ સીરિઝથી આ ટેસ્ટ ચેમ્પિયશિપની શરૂઆત થશે. ત્યારે વિરાટ કોહલીની સેના પોતાની પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચ જીત સાથે શરૂઆત કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. બીજી તરફ ટીમ ઇન્ડિયાના સુકાની કોહલી તરફ પણ તમામની નજર રહેલી છે. કારણ કે જો આ મેચ ભારત જીતશે તો સુકાની તરીકે કોહલીની 27મી ટેસ્ટ જીત હશે અને તે ધોનીની બરોબરી કરી લેશે. આ મેચમાં સદી ફટકારવા પર તે સુકાની તરીકે 19 ટેસ્ટ સદીના રિકી પોન્ટિંગના રેકોર્ડની બરોબરી કરી લેશે.

ટીમ ઇન્ડિયાએ પોતાની રણનીતિમાં વિન્ડીઝને નબળી ગણવી પડી શકે છે ભારે
વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, લોકેશ રાહુલ અને રોહિત શર્માને કારણે ભારતીય ટીમ કાગળો પર મજબૂત લાગી રહી છે પરંતુ જેસન હોલ્ડરની આગેવાની વાળી કેરેબિયન ટીમને નબળી ન સમજી શકાય. ઈંગ્લેન્ડને તેનો અનુભવ થઈ ચુક્યો છે, જેને આ વર્ષની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝની પિચો પર 1-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ફાસ્ટ બોલરો માટે મદદરૂપ છે પિચ
એન્ટીગાના સર વિવિયન રિચડર્સ સ્ટેડિયયમની વિકેટ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ છે. કોહલીએ પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિશે કહ્યું, 'લોકો એવી વાત કરી રહ્યાં છે કે ટેસ્ટ ક્રિકેટ પ્રાસંગિક રહ્યું નથી તે સમાપ્ત થઈ ગઈ છે. મારૂ તો માનવું છે કે આ સ્પર્ધા બમણી થઈ ગઈ છે. ખેલાડીઓના પડકારનો સામનો કરવા જીતનો પ્રયત્ન કરવો પડશે. તેણે કહ્યું, 'હવે મુકાબલો સ્પર્ધાત્મક થશે અને ટેસ્ટ મેચ રોમાંચક બની જશે. આ યોગ્ય સમયે લેવામાં આવેલો નિર્ણય છે.'

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટર સાથે ઉતરી શકે છે
પિચમાં ગતિ અને ઉછાળ હોવા પર કોહલી ચાર નિષ્ણાંત બોલરોને લઈને ઉતરી શકે છે. તેવામાં આર અશ્વિન અને કુલદીપ યાદવ વચ્ચે એકમાત્ર સ્પિનરની જગ્યાને લઈને સ્પર્ધા હશે. ત્રણ ફાસ્ટ બોલરોની જગ્યા જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શણી લેશે.


ટીમઃ
ભારત :
વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, રિદ્ધિમાન સાહા.

વેસ્ટ ઈન્ડિઝ :
જેસન હોલ્ડર (સુકાની), રોસ્ટન ચેસ, ડેરેન બ્રાવો, શામાર બ્રૂક્સ, શાઇ હોપ, જાન કેમ્પબેલ, કેમાર રોચ, રકહીમ કાર્નવાલ, શેન ડોરિચ, શેનોન ગૈબ્રિયલ, શિમરોન હેટમાયર, કીમો પોલ અને ક્રેગ બ્રેથવેટ.

cricket news team india virat kohli west indies