ભારત અને દ. આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના લેખાજોખા

18 October, 2019 09:00 PM IST  |  Mumbai

ભારત અને દ. આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના લેખાજોખા

ભારતીય ટીમ

Mumbai : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારથી શરૂ રહી છે. ભારતીય ટીમે સીરિઝ 2-0થી જીતી લીધી છે. ત્યારે ટીમ ઇન્ડિયા હવે ત્રીજી મેચ જીતીને પાંચમી વાર 3-0થી સીરિઝ કબ્જે કરવા માંગશે. ભારતે પહેલી ટેસ્ટ 203 રને અને બીજી ટેસ્ટ એક ઇનિંગ્સ અને 137 રને મેચ જીતી હતી. ભારત અંતિમ ટેસ્ટ જીતે તો સાઉથ આફ્રિકા સામે પહેલી વાર 3-0થી સીરિઝ જીતશે. ભારત છેલ્લે શ્રીલંકા વિરુદ્ધ 2017માં 3-0થી સીરિઝ જીત્યું હતું. ભારતીય ટીમે પહેલી વાર ઇંગ્લેન્ડને જાન્યુઆરી 1993માં 3-0થી હરાવ્યું હતું.


બંને દેશો વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ
બંને ટીમ અત્યાર સુધીમાં 38 ટેસ્ટ રમી છે. ભારત 13 ટેસ્ટ જીત્યું અને 15 હાર્યું છે, જ્યારે 10 ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતમાં બંને વચ્ચે 18 મેચ રમાઈ છે. ભારત તેમાંથી 10 મેચ જીતવામાં સફળ રહ્યું છે, જયારે પ્રોટિયાસને પાંચમા સફળતા મળી છે. 3 મેચ ડ્રો રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9માંથી 6 ટેસ્ટમાં હરાવ્યું છે. બે મેચમાં ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો, જયારે 1 મેચ ડ્રો રહી હતી. પાંચ વર્ષમાં ભારતનો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સક્સેસ રેટ 67% રહ્યો છે.


અશ્વિને 67 ટેસ્ટમાં 356 વિકેટ લીધી
રવિચંદ્રન અશ્વિન પાસે ઇમરાન ખાન અને ડેનિયલ વિટ્ટોરીને પાછળ છોડવાની તક છે. અશ્વિને 67 ટેસ્ટમાં 356 વિકેટ લીધી છે, ઇમરાને 88 અને વિટ્ટોરીએ 113 મેચમાં 362 વિકેટ લીધી છે.


ફાફ ડુ પ્લેસીસ પોતાની જગ્યાએ અન્ય કોઈને ટોસ માટે મોકલશે
દક્ષિણ આફ્રિકાનો કપ્તાન ફાફ ડુ પ્લેસીસ એશિયામાં સતત 9 વાર ટોસ હારી ગયો છે. ફાફે ગુરુવારે કહ્યું કે, તે રાંચી ટેસ્ટમાં પોતાની જગ્યાએ અન્ય કોઈને ટોસ માટે મોકલશે. તેણે કહ્યું કે, અમારે ફર્સ્ટ ઇનિંગ્સમાં મોટો સ્કોર બનાવવો પડશે. તે અમારા માટે મહત્ત્વનું સાબિત થશે. જો અમે તેવું કરવામાં સફળ રહ્યા તો પછી ત્યાંથી કઈ પણ સંભવ છે.

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

ભારતીય ટીમ:
વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, અજિંક્ય રહાણે (ઉપ-સુકાની), ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત(વિકેટ કીપર), રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), અશ્વિન, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, હનુમા વિહારી અને શુભમન ગિલ.


સાઉથ આફ્રિકાની ટીમ:
ફાફ ડુપ્લેસિસ (સુકાની), ક્વિન્ટન ડી કોક (વિકેટ કીપર), ડિન એલ્ગર, ટેમ્બા બાવુમા, દ બ્રૂઇન, હેનરીક ક્લાસેન (વિકેટ કીપર), એસ મુથુસામી, ઝુબેર હમઝા, લૂંગી ગિડી, એર્નિચ નોર્ટજે, કાગિસો રબાડા, કેશવ મહારાજ, વર્નોન ફિલેન્ડર અને ડેન પીટ.

cricket news team india south africa