20 November, 2025 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા
આવતા વર્ષે ઘરઆંગણે રમાનારા T20 વર્લ્ડ કપ પર ફોકસ કરવા માટે ઇન્જરીમુક્ત થઈ રહેલા હાર્દિક પંડ્યાને ટેસ્ટ-સિરીઝ બાદ ૩૦ નવેમ્બરથી શરૂ થતી સાઉથ આફ્રિકા સામેની ૩ વન-ડે મૅચની સિરીઝમાંથી બાકાત રખાશે. આ ઉપરાંત વર્કલોડ મૅનેજમેન્ટને ધ્યાનમાં રાખીને મુખ્ય પેસર જસપ્રીત બુમરાહને પણ આ સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે.
સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમ્યાન ઇન્જર્ડ થયેલો હાર્દિક પંડ્યા ફાઇનલમાં પણ નહોતો રમ્યો અને ઑસ્ટ્રેલિયા સિરીઝમાં પણ તેનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. હવે જ્યારે T20 વર્લ્ડ કપને માંડ ૩ મહિના બાકી છે ત્યારે ટીમ મૅનેજમેન્ટે તેને સીધો વન-ડેમાં રમાડવાનું જોખમી લાગી રહ્યું છે. મૅનેજમેન્ટ તેની ફિટનેસ ચકાસવા સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં અને સાઉથ આફિક્રા તેમ જ ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝમાં રમાડવાનું પસંદ કરશે.