INDvSA: એલ્ગરની સદી અને ડી કોકની અડધી સદી, લંચ સુધી આફ્રિકાની 5 વિકેટ

12 October, 2019 01:12 PM IST  |  Visakhapatnam

INDvSA: એલ્ગરની સદી અને ડી કોકની અડધી સદી, લંચ સુધી આફ્રિકાની 5 વિકેટ

સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ

Visakhapatnam : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાની ખરાબ શરૂઆત થયા બાદ ડિન એલ્ગર અને ડી કોકે બાજી સંભાળી હતી. ડિન એલ્ગરે શાનદાર બેટીંગ કરતા સદી ફટકારી હતી અને ડી કોકે અડધી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકાએ ટી બ્રેક સુધી 5 વિકેટના ભોગે 278 રન કર્યા હતા. એલ્ગરે પોતાની ટેસ્ટ કારકિર્દીની 12 મી સદી ફટકારી હતી. ભારતની ધરતી પર સાઉથ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાએ છેલ્લા 2010માં સદી ફટકારી હતી. ત્યારે હવે 9 વર્ષ બાદ સાઉથ આફ્રિકાના ખેલાડીએ ભારતની ધરતી પર ત્રણ ડિજીટમાં સ્કોર કર્યો.


ડુ  પ્લેસીસ અને એલ્ગરે 5મી વિકેટ માટે 115 રનની ભાગીદારી નોંધાવી હતી
આફ્રિકાના ડુ પ્લેસીસ અને એલ્ગરે પાંચમી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. ડુ પ્લેસીસે ભારતમાં પ્રથમ વાર ટેસ્ટ ફિફટી ફટકારતાં 55 રન કર્યા હતા. તે અશ્વિનની બોલિંગમાં લેગ ગલીમાં પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. એલ્ગરે કરિયરની 14મી ફિફટી ફટકારી છે. દિવસની શરૂઆતમાં બાવુમા 18 રને ઇશાંત શર્માની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.



ભારતે પહેલી ઇનીંગ 502 રને ડિક્લેર કર્યો, મયંક અગ્રવાલની બેવડી સદી
વિશખાપટ્ટનમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટમાં બીજા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ટોસ જીતીને પહેલી બેટીંગ કરતા ટીમ ઇન્ડિયાએ 502 રને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ઓપનર મયંક અગ્રવાલે મેડન સદીને ડબલમાં કન્વર્ટ કરતાં 215 રનની મેરેથોન ઇનિંગ્સ રમી હતી. તેનો સાથ આપતા પ્રથમ વખત ઓપનિંગ કરી રહેલા રોહિત શર્માએ 176 રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 39 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

ટીમ ઇન્ડિયાના ઓપનર્સે પહેલી વિકેટ માટે 317 રનની ભાગીદારી નોંધાવી રેકોર્ડ નોંધાવ્યો
ભારતીય ઓપનર્સે પહેલી વિકેટ માટે 317 રનની પાર્ટનરશીપ કરી હતી. તેઓ આમ કરનાર ત્રીજી જોડી બની હતી. તે સિવાય રવિન્દ્ર જાડેજાએ નીચલા ક્રમે 30* રનનું યોગદાન આપ્યું હતું. મહેમાન ટીમ માટે કેશવ મહારાજે સર્વાધિક 3 વિકેટ લીધી હતી. જ્યારે ફિલેન્ડર, મુથુસામી, પિડ્ટ અને એલ્ગરે 1-1 વિકેટ લીધી હતી.

cricket news sports news south africa team india ravindra jadeja ravichandran ashwin