11 November, 2025 11:27 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પ્લેયર્સ કલકત્તા પહોંચી રહ્યા છે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ-મૅચ માટે પ્લેયર્સ કલકત્તા પહોંચી રહ્યા છે. પાકિસ્તાન સામેની ત્રણેય ફૉર્મેટની સિરીઝ રમનાર સાઉથ આફ્રિકન પ્લેયર્સ રવિવારે કલકત્તા પહોંચ્યા હતા. કૅપ્ટન ટેમ્બા બવુમા ગઈ કાલે ટીમ સાથે જોડાયો હતો. તે બૅન્ગલોરમાં ભારત A ટીમ સામે સાઉથ આફ્રિકા A માટે રમી રહ્યો હતો.
ઑસ્ટ્રેલિયા સામેની મર્યાદિત ઓવરની સિરીઝમાંથી પરત ફરી રહેલી ટીમમાંથી હેડ કોચ ગૌતમ ગંભીર, કૅપ્ટન શુભમન ગિલ, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી, સ્પિનર્સ વૉશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ રવિવારે મોડી રાતે કલકત્તા પહોંચ્યા હતા. સ્ક્વૉડના બાકીના પ્લેયર્સ આજે પહેલા ટ્રેઇનિંગ સેશન પહેલાં ટીમ સાથે જોડાશે. ૧૪થી ૧૮ નવેમ્બર દરમ્યાન ઈડન ગાર્ડન્સમાં બન્ને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ-મૅચ રમાશે.