ઇન્જરીમાંથી પાછા ફરવું ક્યારેય સરળ નથી હોતું, ભગવાનના આશીર્વાદથી હું કરી શક્યો છું કમબૅક

14 November, 2025 09:20 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

પગના ફ્રૅક્ચરમાંથી સ્વસ્થ થઈને આ‌ૅલમોસ્ટ ચાર મહિના બાદ ટીમ ઇન્ડિયામાં પાછો ફરેલો રિષભ પંત કહે છે...

રિષભ પંત

ભારતનો ૨૮ વર્ષનો વિકેટકીપર-બૅટર રિષભ પંત ઑલમોસ્ટ ૪ મહિના બાદ સિનિયર ભારતીય સ્ક્વૉડમાં વાપસી કરી રહ્યો છે. જુલાઈમાં મૅન્ચેસ્ટર ટેસ્ટ-મૅચ દરમ્યાન બૉલ વાગતાં તેને ફ્રૅક્ચર થયું હતું પરંતુ ઝડપથી રિકવરી મેળવીને તે ભારતીય ટેસ્ટ-ટીમની જર્સી પહેરીને રમવા તૈયાર થઈ ગયો છે. સાઉથ આફ્રિકા-A માટેની બે મૅચની અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ રમીને તેણે પોતાની ફિટનેસ સાબિત કરી દીધી હતી.

રિષભ પંત કહે છે, ‘ઇન્જરીમાંથી વાપસી કરવાનું ક્યારેય સરળ નથી હોતું, પરંતુ ભગવાન હંમેશાં દયાળુ રહ્યા છે અને મને આશીર્વાદ આપ્યા છે. આ વખતે પણ હું કમબૅક કરીને ઘણો ખુશ છું. જ્યારે પણ હું મેદાનમાં ઊતરું છું ત્યારે હું એક વાત બદલ આભારી રહેવાનો પ્રયાસ કરું છું એટલે હું હંમેશાં આકાશમાં જોઉં છું અને ભગવાનનો, મારાં મમ્મી-પપ્પાનો, મારા પરિવારનો, મારી રિકવરી દરમ્યાન મને ટેકો આપનારા દરેક જણનો આભાર માનું છું.’

રિષભ પંતે આ પહેલાં પણ કાર-ઍક્સિડન્ટની ઇન્જરીમાંથી સ્વસ્થ થઈને ટીમ ઇન્ડિયામાં કમબૅક કર્યું હતું.

Rishabh Pant indian cricket team team india india south africa test cricket cricket news sports sports news eden gardens kolkata