ભારત આજે ૨૦૨૨ની છેલ્લી ટી૨૦ જીતશે?

22 November, 2022 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅચનો સમય, બપોરે ૧૨.૦૦ વાગ્યાથી

સૂર્યકુમાર યાદવ

ભારતની ન્યુ ઝીલૅન્ડ સામે આજે ટી૨૦ સિરીઝની ત્રીજી અને આખરી મૅચ રમાશે અને ૧-૦થી આગળ રહ્યા બાદ આજે પણ વિજય મેળવીને હાર્દિક પંડ્યાની ટીમ ૨૦૨૨ના વર્ષને વિજયી-અલવિદા કરવા કોઈ કસર બાકી નહીં રાખે. પ્રથમ મૅચ વરસાદને લીધે નહોતી રમાઈ અને રવિવારે બીજી મૅચમાં ભારતે સૂર્યકુમારના અણનમ ૧૧૧ રનની મદદથી યાદગાર વિજય મેળવીને સિરીઝમાં ૧-૦થી સરસાઈ લીધી હતી. આ મૅચ પછી ભારતની છેક ૨૦૨૩માં ટી૨૦ મૅચ રમાવાની શરૂ થશે.

ન્યુ ઝીલૅન્ડનો સુકાની કેન વિલિયમસન મેડિકલ અપોઇન્ટમેન્ટને કારણે આજની મૅચમાં નહીં રમે. રવિવારે હૅટ-ટ્રિક લેનાર ટિમ સાઉધી કૅપ્ટન્સી સંભાળશે અને માર્ક ચૅપમૅનને વિલિયમસનના સ્થાને રમવા બોલાવાય છે.

આજે નૅપિયરમાં મૅચ રમાવાની છે અને આ મેદાન પર ભારત પહેલી વાર ટી૨૦ રમશે.આ મેદાન પર ભારત સાત વન-ડે અને બે ટેસ્ટ રમ્યું છે જેમાં ત્રણ વખત ભારતે જીત માણી છે. બન્ને ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી.

sports news sports cricket news indian cricket team t20 international