મેઘરાજા નહીં નડે તો ભારત આજે સિરીઝ લેવલ કરી શકે

30 November, 2022 12:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ ૧-૦થી આગળ છે

શિખર ધવન

ક્રાઇસ્ટચર્ચમાં આજે વન-ડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મૅચ (ભારતીય સમય મુજબ સવારે ૭.૦૦ વાગ્યાથી લાઇવ) જીતીને શિખર ધવન ઍન્ડ કંપની શ્રેણી ૧-૧થી લેવલ કરવા કોઈ કસર નહીં છોડે, પરંતુ વરસાદ પડવાની આગાહી હોવાથી ટીમ ઇન્ડિયાની બાજી બગડી શકે. બીજું, ટૉસ પણ આ સ્થિતિમાં મહત્ત્વનો બની રહેશે. ન્યુ ઝીલૅન્ડ ૧-૦થી આગળ છે. ટી૨૦ સિરીઝની જેમ આ વન-ડે શ્રેણી પણ વરસાદને કારણે ત્રણને બદલે બે મૅચના પરિણામવાળી થઈ રહી છે.

વરસાદને લીધે ધોવાઈ ગયેલી બીજી મૅચમાં ભારત પાસે બોલિંગમાં પાંચ વિકલ્પ હોવાથી સંજુ સૅમસનને બદલે ઑલરાઉન્ડર દીપક હૂડાને રમાડવામાં આવ્યો હતો. જોકે એ મૅચમાં માત્ર ૧૨.૫ ઓવરની રમત થઈ શકી હતી.

ક્રાઇસ્ટચર્ચમાં છેલ્લી ત્રણ મૅચમાં ચેઝ કરનારી ટીમ જીતી હોવાથી આજે સતત ત્રીજી વાર ભારત ટૉસ હારશે તો પહેલાં તો એણે (ભારતે) મોટો સ્કોર નોંધાવવો પડશે. જોકે આ મેદાન પર ન્યુ ઝીલૅન્ડનો ૧૦-૧નો જીત-હારનો રેશિયો હોવાથી ઇતિહાસ ભારતની તરફેણમાં કહી શકાય. હા, ન્યુ ઝીલૅન્ડ જાન્યુઆરી ૨૦૧૯ પછી ઘરઆંગણે ઓડીઆઇ સિરીઝ ન હાર્યું હોવાથી વિલિયમસનની ટીમથી ભારતે સાવધ તો રહેવું જ પડશે.

3
ક્રાઇસ્ટચર્ચના હૅગ્લી ઓવલમાં ચેઝ કરનારી ટીમ છેલ્લી આટલી ઓડીઆઇ જીતી છે.

4
ચેતન શર્માની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી બાદ નવી સમિતિ માટે મુખ્યત્વે આટલા જાણીતા પ્લેયર્સે અરજી કરી છે અને એમાં નયન મોંગિયા, મનિન્દર સિંહ, અજય રાત્રા અને એસ. એસ. દાસનો સમાવેશ છે.

રવિવારની મૅચમાં દીપક હૂડાને રમાડવામાં આવેલો, પણ હવે આજે સૅમસનને રમાડવા જો હૂડાને પડતો મૂકવામાં આવે તો હૂડા સાથે ખોટું થયું કહેવાય, કારણ કે રવિવારની મૅચ તો વરસાદને કારણે સાવ ધોવાઈ ગઈ હતી. : વસીમ જાફર

sports news sports indian cricket team cricket news kane williamson