સ્ટોક્સ, આર્ચર અને બર્ન્સે ચેન્નઈમાં શરૂ કરી પ્રૅક્ટિસ

31 January, 2021 01:05 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

સ્ટોક્સ, આર્ચર અને બર્ન્સે ચેન્નઈમાં શરૂ કરી પ્રૅક્ટિસ

બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને રૉરી બર્ન્સે

ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ, ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને ઓપનર રૉરી બર્ન્સે ભારત સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટપ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી.

આ સાથે ઈસીબીએ જણાવ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડની બાકીની ટીમ હાલમાં ક્વૉરન્ટીન છે અને મંગળવારે બપોરે ટ્રેઇનિંગ શરૂ કરશે. આર્ચર, સ્ટોક્સ અને બર્ન્સ આવતા ત્રણ દિવસ સુધી સવારે બે કલાકની મર્યાદિત ટ્રેઇનિંગ સેશન કરશે. શુક્રવારે ઇંગ્લૅન્ડ ટીમની પીસીઆર કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં દરેક પ્લેયર્સનાં રિઝલ્ટ નેગેટિવ આવ્યાં હતાં.’

ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડ પ્લેયર્સની આ ત્રિપુટીનો શ્રીલંકા સામેની ટૂરમાં સમાવેશ ન થયો હોવાને લીધે તેઓ સીધા ઇંગ્લૅન્ડથી ભારત આવ્યા હતા, જ્યારે બાકીની ઇંગ્લિશ ટીમ શ્રીલંકાથી ભારત પહોંચી હતી. બન્ને દેશો વચ્ચે પહેલી ટેસ્ટ મૅચ પાંચમી ફેબ્રુઆરીથી રમાશે.

sports sports news cricket news england