INDvBAN: પહેલા દિવસના અંતે ભારત 1 વિકેટે 86 રન, બાંગ્લા 150 રનમાં ઓલઆઉટ

14 November, 2019 07:37 PM IST  |  Indore

INDvBAN: પહેલા દિવસના અંતે ભારત 1 વિકેટે 86 રન, બાંગ્લા 150 રનમાં ઓલઆઉટ

ટીમ ઇન્ડિયા (PC : BCCI)

ઇંદોરમાં આજથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ થયેલી શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં ભારતે સારી શરૂઆત કરી છે. ટોસ જીતી બાંગ્લાદેશે પહેલી બેટીંગ કરતા પહેલા જ દિવસે 150 રનમાં જ ઓલ આઉટ થઇ ગયું હતું. ત્યારે બાદ દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ 1 વિકેટના ભોગે 86 રન કર્યા છે. ચેતેશ્વર પુજારા 43 રને અને મયંક અગ્રવાલ 37 રને રમી રહ્યા છે. બંનેએ બીજી વિકેટ માટે 72 રનની પાર્ટનરશીપ કરી છે. ઓપનર રોહિત શર્મા 6 રને અબુ જાયેદની બોલિંગમાં ડ્રાઈવ કરવા જતા કીપર દાસના હાથે કેચ થયો હતો.


પહેલી ઇનીંગમાં બાંગ્લાદેશ 150 રનમાં ઓલઆઉટ
બાંગ્લાદેશ ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે 150 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશ પ્રથમ દિવસે ભારતીય ફાસ્ટ બોલર સામે ઝઝૂમ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 3 વિકેટ, જયારે રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને ઇશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે મુશફિકર રહીમે સર્વાધિક 43 રન કર્યા હતા, જયારે કેપ્ટન મોમિનુલ હકે 37 રનનું યોગદાન આપ્યું હતું. જોકે તે બંનેના આઉટ થયા પછી ટીમ પાણીમાં બેસી ગઈ હતી અને તેમણે પોતાની અંતિમ 5 વિકેટ 10 રનમાં ગુમાવી હતી. અશ્વિને આ ઇનિંગ્સમાં ઘરઆંગણે 250 વિકેટ પૂરી કરી હતી.

આ પણ જુઓ : IPLમાં ફૅમસ થઈ હતી આ 'મિસ્ટ્રી ગર્લ', દીપક ચાહર સાથે છે કનેક્શન

ભારતે ટીમ હેટ્રિક લીધી
ભારતે ટીમ હેટ્રિક લીધી હતી. ટી-બ્રેક પહેલાના બે બોલમાં મોહમ્મદ શમીએ સતત બે બોલમાં મુશફિકર રહીમ અને મહેંદી હસનને આઉટ કર્યા હતા. તે પછી ત્રીજા સેશનના પહેલા બોલે લિટન દાસ 21 રને ઇશાંતની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં કોહલીના હાથે આઉટ થયો હતો. આમ ભારતે 53.5, 53.6 અને 54.1 ઓવરમાં વિકેટ ઝડપીને ટીમ હેટ્રિક લીધી હતી. મુશફિકર રહીમ 43 રને મોહમ્મદ શમીની બોલિંગમાં બોલ્ડ થયો હતો, તેના પછી મહેંદી હસન પણ પ્રથમ બોલે એલબીડબ્લ્યુ થયો હતો. શમી પોતાની આગામી ઓવરમાં હેટ્રિક પર હશે. મહમ્મદુલ્લાહ 10 રને અશ્વિનની બોલિંગમાં સ્વિપ શોટ રમવા જતા બોલ્ડ થયો હતો. તેની પહેલા કેપ્ટન મોમિનુલ હક અશ્વિનના અંદર આવતા બોલને છોડતા બોલ્ડ થયો હતો. તેણે 80 બોલમાં 6 ચોક્કાની મદદથી 37 રન કર્યા હતા.

cricket news team india bangladesh