ડે-નાઇટ ટેસ્ટ મેચ : ભારતની નબળી શરૂઆત, મયંક બાદ રોહિત શર્મા પણ આઉટ

22 November, 2019 06:25 PM IST  |  Kolkata

ડે-નાઇટ ટેસ્ટ મેચ : ભારતની નબળી શરૂઆત, મયંક બાદ રોહિત શર્મા પણ આઉટ

રોહિત શર્મા (PC : BCCI)

કોલકત્તામાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પણ નબળી શરૂઆત થઇ છે. ટીમ ઇન્ડિયાના 2 વિકેટે 55 રન થયા છે. ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી રમી રહ્યા છે. પુજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 હજાર રન પૂરા કર્યા છે. ઓપનર મયંક અગ્રવાલ 14 રને હુસેનની બોલિંગમાં ગલીમાં મહેદી હસનના હાથે કેચ આઉટ થયો હતો. તેના પછી રોહિત શર્મા 21 રને એ. હુસેનની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.


બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 106 રનમાં ઓલઆઉટ
બાંગ્લાદેશ ભારત સામેની બીજી ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ દાવમાં 106 રનમાં ઓલઆઉટ થયું હતું. ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો મહેમાન ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. તેમના માટે ઓપનર એસ ઇસ્લામે સર્વાધિક 29 રન કર્યા હતા. નંબર 2થી 6 સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ભારત માટે ઇશાંત શર્માએ 5, ઉમેશ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. ઇશાંતે ઘરઆંગણે 12 વર્ષ પછી પાંચ વિકેટ લીધી છે. તેણે આ પહેલા 2007માં પાકિસ્તાન સામે બેંગ્લોર ખાતે 5 વિકેટ લીધી હતી. તેણે પોતાના કરિયરમાં કુલ 10મી વાર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે.

ભારતીય ફાસ્ટર્સે ઘરઆંગણે ચોથીવાર વિરોધી ટીમની 10માંથી 10 વિકેટ લીધી
ભારતના ફાસ્ટ બોલર્સે ઘરઆંગણે ચોથી વાર દસમાંથી દસ વિકેટ લીધી છે. આ પહેલા 2017માં ઈડન ગાર્ડન ખાતે જ શ્રીલંકાની બધી વિકેટ ફાસ્ટર્સે લીધી હતી. સૌથી પ્રથમવાર ઇન્ડિયન ફાસ્ટર્સ બોલર્સે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1981 મુંબઈમાં ખાતે અને તે પછી બીજી વાર 1983માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ અમદાવાદ ખાતે ઇનિંગ્સની બધી વિકેટ પોતાના નામે કરી હતી.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ડે-નાઈટ ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થનાર સુકાનીઓ:
જો રૂટ, ટિમ પેન, જેસન હોલ્ડર, દિનેશ ચંડીમલ (2 વાર), મોમિનુલ હક અને સુરંગા લકમલ

cricket news rohit sharma team india kolkata sourav ganguly