21 વર્ષથી દિલ્હીમાં જીત માટે તરસી રહી છે ઓસ્ટ્રેલિયન ટીમ

12 March, 2019 08:45 PM IST  | 

21 વર્ષથી દિલ્હીમાં જીત માટે તરસી રહી છે ઓસ્ટ્રેલિયન ટીમ

સિરીઝ 2-2થી બરાબરી પર

હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ વન-ડે શ્રેણી રોમાંચક સ્થીતિમાં પહોંચી ગઇ છે. પાંચ મેચની શ્રેણીમાં હાલ બંને ટીમો 2-2 મેચ જીતી ચુક્યા છે. ત્યારે બુધવારે દિલ્હીમાં શરૂ થઇ રહેલ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં બંને ટીમો પોતાનું તમામ જોર લગાવશે. ઉલ્લેખની છે કે વર્લ્ડ કપ પહેલા બંને દેશ માટે આ અંતિમ વન-ડે મેચ છે. ત્યારે બંને ટીમો પોતાની તમામ તાકાત આ મેચમાં અજમાવી લેશે. મહત્વની વાત એ છે કે આ વન-ડે દિલ્હીમાં રમાશે જ્યા ઓસ્ટ્રેલિયન ટીમ છેલ્લા 21 વર્ષથી મેચ જીતી નથી.

ઓસ્ટ્રેલિયા છેલ્લે દિલ્હીમાં 2009માં રમ્યું હતું

દિલ્હીના ફિરોઝકોટલા મેદાન પર આ પહેલા 2009માં મેચ રમાઈ હતી જેમા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યુ હતું. જો કે ત્રીજી અને ચોથી વન-ડેમાં જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. જ્યારે ભારતીય ટીમ પણ દ્વારા ગઈ મેચમાં ઓપનિંગ જોડી ફોર્મમાં પરત ફરી છે. બન્ને ટીમો વર્લ્ડ કપ પહેલા આ સિરીઝ જીતીને આત્મવિશ્વાસથી ભરપૂર વર્લ્ડ કપ જવા મેદાન પર ઉતરશે. દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર કોઈ પણ ટીમ અત્યાર સુધી 300 રન બનાવી શકી નથી. ભારતીય ટીમ ફિરોઝશાહ કોટલા મેદાન પર રમતા છેલ્લી 10 મેચોમાંથી 6 મેચમાં જીતી છે.

વર્લ્ડ કપ પહેલાની અંતિમ વન-ડે રમશે

ઉલ્લેખનીય છે કે, બન્ને ટીમો સંતુલિત છે અને મેચ જીતવા મેદાન પર ઉતરશે. 5મી વન-ડે બન્ને ટીમો માટે ખાસ છે કારણ કે અહીંથી સીધા વર્લ્ડ કપ રમશે અને બન્ને ટીમો જીત સાથે વર્લ્ડ કપ જવા ઈચ્છશે.

સંભવિત ટીમો

ભારત

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, રિષભ પંત, કેદાર જાદવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદિપ યાદવ, ચહલ, બુમરાહ

 

આ પણ વાંચો: જાણો કેમ કૃણાલ પંડ્યા છે મુંબઈ ઈન્ડિયન્સ માટે ખાસ

 

ઓસ્ટ્રેલિયા

એરોન ફિંચ, ઉસ્માન ખ્વાજા, શૉન માર્શ, હેન્ડ્સકોમ્બ, મેક્સવેલ, ટર્નર, એલેક્સ કૈરી, પેટ કમિન્સ, રિચર્ડસન, ઝમ્પા, નાથન લાયન

cricket news sports news