જાણો કેમ કૃણાલ પંડ્યા છે મુંબઈ ઈન્ડિયન્સ માટે ખાસ

Mar 12, 2019, 12:29 IST

28 વર્ષિય કૃણાલ પંડ્યા છેલ્લી ઓવર્સમાં ફિનિસર તરીકે ઓળખવામાં આવે છે. કૃણાલ પંડ્યાની સ્ટ્રાઈક રેટ 150 કરતા પણ વધારે છે. સ્લોગ ઓવર્સમાં 150થી વધુ સ્ટ્રાઈક રેટ સાથે ટીમના સ્કોરને સારા સ્કોર પર લઈ જવાની જવાબદારીને ઘણી સારી રીતે નિભાવે છે.

જાણો કેમ કૃણાલ પંડ્યા છે મુંબઈ ઈન્ડિયન્સ માટે ખાસ
મુબંઈ ઈન્ડિયાના બેસ્ટ ફિનિસર

મુંબઈ ઈન્ડિયન્સ IPLની 11 સીઝન માંથી 3 પોતાના નામે કરી ચૂકી છે. ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની માલિકીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટનશિપમાં 2013, 2015 અને 2017માં IPLની ટ્રોફી પોતાના નામે કરી હતી. આ જીતમાં ટીમના ઘણા પ્લેયર્સે પોતાનું યોગદાન આપ્યુ છે જેમાં ગુજરાત બરોડાના પંડ્યા બ્રધર્સ પણ કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા પણ ટીમની મિડલમાં ટીમને સપોર્ટ પૂરો પાડે છે. કૃણાલ પંડ્યા અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ત્રણ સીઝન રમ્યો છે. અને ઘણી મેચોમાં ટીમને જીત સુધી પહોચાડી છે.

28 વર્ષિય કૃણાલ પંડ્યા છેલ્લી ઓવર્સમાં ફિનિશર તરીકે ઓળખવામાં આવે છે. કૃણાલ પંડ્યાની સ્ટ્રાઈક રેટ 150 કરતા પણ વધારે છે. સ્લોગ ઓવર્સમાં 150થી વધુ સ્ટ્રાઈક રેટ સાથે ટીમના સ્કોરને સારા સ્કોર પર લઈ જવાની જવાબદારીને ઘણી સારી રીતે નિભાવે છે. 2016થી કૃણાલ પંડ્યા મુબંઈ ઈન્ડિયન્સ તરફથી 39 મેચ રમ્યો છે જેમાં 708 રન તેના નામે છે. કૃણાલ પંડ્યા તેની IPL કરિઅરમાં અત્યાર સુધી 30 સિક્સર અને 68 ફોર ફટકારી ચૂક્યો છે. 2017માં કૃણાલ પંડ્યાએ હાઈએસ્ટ રન ફટકાર્યા હતા. 2017માં 13 મેચમા 243 રન ફટકાર્યા હતા.

 

આ પણ વાંચો: IPL 2019: જુઓ ધોની બ્રિગેડના આ પ્લેયરની પર્સનલ લાઈફ

 

કૃણાલ પંડ્યા બેટિંગ સાથે જ નહી બોલિંગથી પણ ટીમને મુશ્કેલીમાંથી કાઢે છે. કૃણાલ પંડ્યાએ અત્યાર સુધી 28 વિકેટ ઝડપી છે. 28.32ની એવરેજ અને 7.12ની ઈકોનોમીથી કૃણાલ પંડ્યાએ બોલિંગ કરી હતી. કૃણાલ પંડ્યાની બેસ્ટ છે 14 રનમાં 3 વિકેટ. 2019માં પણ કૃણાલ પંડ્યા મુબંઈ ઈન્ડિયન્સ દ્વારા રિટેન કરવામાં આવ્યો છે એટલું જ નહી હાર્દિક પંડ્યાને પણ મુંબઈ ઈન્ડિયનસ્ દ્વારા રિટેન કરવામાં આવ્યો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK