Ind vs Aus: બ્રિસ્બેનમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું

19 January, 2021 03:11 PM IST  |  Brisbane | Gujarati Mid-day Online Correspondent

Ind vs Aus: બ્રિસ્બેનમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું

ક્રિકેટ ટીમ

ભારત અને યજમાન ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર મૅચની ટેસ્ટ સીરીઝની છેલ્લો મુકાબલે કાબલો બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. સીરીઝની આ નિર્ણાયક મૅચમાં ભારતે જીત પ્રાપ્ત કરી અને 4 મૅચોની બોર્ડર - ગાવસ્કર સીરીઝને 2-1થી પોતાના નામે કરી છે.

મંગળવારે 19 જાન્યુઆરી ચોથી ટેસ્ટ મૅચનો અંતિમ દિવસ હતો. ભારતીય ટીમને જીતવમાં માટે 328 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એનો પીછો કરતા ભારતે શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા અને રિષભ પંતની અડધી સદીને આભારી 97 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 329 રન બનાવ્યા અને મુકાબલો 3 વિકેટથી જીતી લીધી.

આ મુકાબલાની વાત કરીએ તો યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંદ કરતા 369 રન બનાવ્યા હતા, જેમાં માર્નસ લાબુશેનની સદી સામેલ હતી. જેના જવાબમાં પહેલા ઈનિંગ્સમાં ભારતે શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરની અડધી સદીની મદદથી 336 રન બનાવ્યા હતા. તેમ જ બીજી ઈનિંગમાં 33 રનના વધારો લીધા બાદ કંગારૂ ટીમે 294 રન બનાવ્યા હતા. આવી રીતે ભારતીય ટીમને 328 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ચોથા દિવસના અંત સુધીમાં ભારતે 4 રન બનાવ્યા હતા.

ભારતની બીજી ઈનિંગ્સ ગિલ, પુજારા અને પંતની અડધી સદી

328 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમનો પહેલો ફટકો વાઈસ કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો, જે પાંચમાં દિવસે વધારે બેટિંગ કરી શક્યો ન હતો. તેમને 7 રનના વ્યક્તિગત સ્કોર પર પેટ કમિન્સે ટિમ પેઈનના હાથે કેચ આઉટ કરાવ્યો. તેમ જ શુભમન ગિલે ચેતેશ્વર પુજારા સાથે ઈનિંગને આગળ વધારી અને પ્રવાસ પર બીજી અડધી સદી ફટકારી હતી. તેણે 90 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી.

ભારતે છઠ્ઠો ઝટકો વૉશિંગ્ટન સુંદરના રૂપમાં લાગ્યો, જે નાથન લિયાનની બોલિંગ પર 22 રન બનાવીને આઉટ થયા. સાતમો ઝટકો ભારતને શાર્દુલ ઠાકુરના રૂપમાં લાગ્યો, જે 2 બનાવીને આઉટ થઈ ગયા.

india australia cricket news sports news