IND VS AUS:ઓસ્ટ્રેલિયાએ ગુમાવી 2 વિકેટ

10 March, 2019 06:10 PM IST  | 

IND VS AUS:ઓસ્ટ્રેલિયાએ ગુમાવી 2 વિકેટ

રોહિત-શિખરની પાર્ટનરશિપ

ચંદીગઢ ખાતે રમાઈ રહેલી ચોથી વનૃડેમાં ભારતીય ઓપનર્સની ધમાકેદાર પાર્ટનરશિપના કારણે ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટના સ્કોરે 358 રન બનાવ્યા છે. 193 રનની ઓપનિંગ પાર્ટનરશિપની મદદથી ભારતીય ટીમના શરુઆત મજબુત થઈ હતી. રોહિત શર્મા 95 રને આઉટ થયો હતો જ્યારે શિખર ધવને 115 બોલમાં 143 રનની ધુંઆધાર ઈનિંગ રમી હતી. પહેલી વિકેટ બાદ કોઈ મોટી પાર્ટનરશિપ ન થતા ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 70 રન આપતા 5 વિકેટ ઝડપી હતી.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઘણા સમયથી ટીમ માટે ઓપનિંગ પેર ચિંતાનો વિષય બની હતી એટલુ જ નહી શિખર ધવનનું ફોર્મ પણ એક પ્રશ્ન હતો જો કે 143 રનની ઈનિંગ સાથે ફોર્મમાં પરત ફરવાની નિશાની શિખર ધવને આપી હતી. રોહિત શર્મા 95 રનના સ્કોરે શોર્ટ મારવા જતા કેચ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિા તરફથી પેટ કમિન્સન સૌથી સફળ બોલર રહ્યો હતો તેણે 5 વિકેટ ઝડપી હતી આ સિવાય રિચર્ડસને 9 ઓવરમાં 85 રન આપતા 3 વિકેટ ઝડપી હતી જ્યારે 1 વિકેટ મેક્સવેલને મળી હતી. ઝમ્પા સિવાય એકપણ ઓસ્ટ્રેલિયાઈ બોલરની ઈકોનોમી 6.00 નીચે રહી ન હતી.

 

આ પણ વાંચો: VIDEO: 'કોફી વિથ કરણ' પછી કેમ એકબીજાને ભેટીને નાચ્યા કરણ-હાર્દિક


ચંદીગઢ ખાતે રમાઈ રહેલી ચોથી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને જીતવા 359 રનનો ટાર્ગેટ છે. જો ભારત આ મેચ જીતે છે તો તે સિરિઝ પર કબજો કરશે જ્યારે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં બની રહેવા મેદાન પર ઉતરશે.

shikhar dhawan rohit sharma