Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > VIDEO: 'કોફી વિથ કરણ' પછી કેમ એકબીજાને ભેટીને નાચ્યા કરણ-હાર્દિક

VIDEO: 'કોફી વિથ કરણ' પછી કેમ એકબીજાને ભેટીને નાચ્યા કરણ-હાર્દિક

10 March, 2019 02:17 PM IST |

VIDEO: 'કોફી વિથ કરણ' પછી કેમ એકબીજાને ભેટીને નાચ્યા કરણ-હાર્દિક

મન મૂકીને નાચ્યા કરણ-હાર્દિક

મન મૂકીને નાચ્યા કરણ-હાર્દિક


કોફી વિથ કરણના વિવાદ પછી ફરી એકવાર કરણ જોહર અને હાર્દિક પંડ્યા એકબીજાને ગળે મળીને નાચતા જોવા મળ્યા છે. યલ્લો કુર્તામાં કરણ જોહર અને નહેરુ જેકેટમાં સજ્જ હાર્દિક પંડ્યા એકબીજાને ભેટીને મોજમાં નાચતા જોવા મળ્યા હતા. કેટલાક મહિનાઓ પહેલા જ કોફી વિથ કરણના એક એપિસોડમાં વિવાદિત નિવેદન માટે હાર્દિક પંડ્યા ચર્ચામાં આવ્યો હતો અને BCCI દ્વારા થોડા સમય માટે બેન પણ કરવામાં આવ્યો હતો. વિવાદ બાદ હાર્દિક પંડ્યાએ સોશિયલ ઈવેન્ટથી દૂર રહેતો હતો.




કોફી વિથ કરણના વિવાદ બાદ કરણ જોહર અને હાર્દિક પંડ્યા પહેલી વાર સાથે જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા અને કરણ જોહર અહી મન મૂકીને એકબીજાને ભેટીને નાચતા જોવા મળ્યા હતા. ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના સેલિબ્રેશનમાં હાર્દિક અને કરણ બન્ને મળ્યા હતા અને લગ્નના સેલિબ્રેશનમાં મન મૂકીને નાચ્યા હતા. મહિલાઓ વિશે વિવાદિત નિવેદન બાદ ભારે હોબાળો મચ્યો હતા. કરણ જોહરના શૉ કોફી વિથ કરણ અને હાર્દિક પંડ્યાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

 


આ પણ વાંચો: અંબાણીના આંગણે અવસરઃ આકાશ-શ્લોકાના લગ્નમાં મહેમાનોનો જમાવડો

 

શું હતો વિવાદ?

એક શૉ દરમિયાન કરણ જોહરે બન્ને પ્લેયર્સે તેમની પર્સનલ લાઈફ વિશે વાતો શૅર કરી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓને લઈને પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ જવાબોના કારણે વિવાદ સર્જાયો હતો. પંડ્યાના મહિલા વિરોધી નિવેદનોના કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થયો હતો. ટીકાઓ પછી BCCIની COAએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને નોટિસ પણ ફટકારી હતી. જેના પગલે બન્ને પ્લેયર્સે ફેન્સ સામે માફી પણ માંગી હતી. પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે હાર્દિક અને રાહુલને અશ્લીલ નિવેદન માટે બે મેચના પ્રતિબંધનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે અન્ય કોઈ નિર્ણય આવવા સુધી બન્ને પ્લેયર્સ સસ્પેન્ડ રાખવામાં આવ્યા હતાં જો કે ત્યારબાદ બેન હટાવતા બન્ને પ્લેયર્સની ટીમમાં વાપસી થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2019 02:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK