પાકિસ્તાની મહિલાઓને T20માં પંદરમી વાર પછડાટ આપી ભારતીય લેડીઝે

06 September, 2026 10:18 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

એશિયા કપની મૅચમાં ભારત સામે લોએસ્ટ પંચાવન રનના T20 સ્કોરમાં તંબુભેગી થઈ ગઈ પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ

વિમેન્સ T20 એશિયા કપ 2026

ગઈ કાલે દુબઈમાં વિમેન્સ T20 એશિયા કપ 2026ની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મૅચમાં પાકિસ્તાન સામે ભારતે ૭ વિકેટથી વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને પહેલાં બૅટિંગ કરીને ૧૮.૧ ઓવરમાં પંચાવન રનના સ્કોરમાં તમામ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમે ૮.૩ ઓવરમાં ત્રણ વિકેટે ૫૭ રનનો સ્કોર કરીને ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો.
ભારત પહેલાંથી જ સેમી-ફાઇનલ માટે ક્વૉલિફાઇડ છે, પરંતુ પાકિસ્તાનનું અભિયાન મુશ્કેલીમાં મુકાયું છે. પંચાવન રનનો સ્કોર પાકિસ્તાનનો લોએસ્ટ T20 સ્કોર બન્યો હતો. આ ટીમ અગાઉ ૨૦૨૪માં દુબઈમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૫૬ રનમાં ઑલઆઉટ થઈ હતી. ભારતીય સ્પિનર શ્રી ચરણીએ ૭ રન અને ફાસ્ટ બોલર પ્રેમા રાવતે ૯ રન આપીને ૩-૩ વિકેટ લીધી હતી. સ્પિનર્સ શફાલી વર્માએ એક વિકેટ અને દીપ્તિ શર્માએ બે વિકેટ લીધી હતી.

150 : આટલી વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં આગેવાની કરનાર પહેલી કૅપ્ટન બની હરમનપ્રીત કૌર

indian womens cricket team asia cup t20 team india pakistan cricket news sports news sports