10 December, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જી. કમલિની, વૈષ્ણવી શર્મા
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ગઈ કાલે શ્રીલંકા સામેની પાંચ T20 મૅચની સિરીઝ માટે સિનિયર વિમેન્સ સ્ક્વૉડ જાહેર કરવામાં આવી હતી. ૧૫ સભ્યોની આ સ્ક્વૉડમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને જ રાખવામાં આવી છે. ભારત ૨૧થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન શ્રીલંકા સામે ઘરઆંગણે જ આ સિરીઝ રમશે.
આ વર્ષે અન્ડર-19 T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાંથી વિકેટકીપર-બૅટર જી. કમલિની અને સ્પિનર વૈષ્ણવી શર્માને પહેલી વખત સિનિયર સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. વન-ડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમની સ્ક્વૉડમાંથી પ્રતીકા રાવલ, ઉમા છેત્રી અને રાધા યાદવ સિવાયની તમામ ચૅમ્પિયન પ્લેયર્સ આ સ્ક્વૉડમાં જોવા મળી રહી છે.
ભારતીય વિમેન્સ સ્ક્વૉડ
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઇસ-કૅપ્ટન), દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, જેમિમા રૉડ્રિગ્સ, શફાલી વર્મા, હરલીન દેઓલ, અમનજોત કૌર, અરુંધતી રેડ્ડી, ક્રાન્તિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર, રિચા ઘોષ, શ્રી ચારણી, જી. કમલિની, વૈષ્ણવી શર્મા.