ભારત-દ.આફ્રિકાની મેચ પર છે આ સંકટ, રદ થઈ શકે છે મેચ

15 September, 2019 05:14 PM IST  |  ધર્મશાળા

ભારત-દ.આફ્રિકાની મેચ પર છે આ સંકટ, રદ થઈ શકે છે મેચ

દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટુર્નામેન્ટની શરૂઆત ટી 20 મેચથી થઈ રહી છે. પહેલી ટી20 મેચ આજે ધર્મશાળામાં રમાવાની છે. જો કે આ મેચ પર સંકટ છવાયેલું છે. ટી20 મેચ પહેલા ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. શક્યતા છે કે આ મેચ રદ થઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે ધર્મશાળામાં ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. થોડીવાર માટે વરસાદ અટકે છે અને વાદળો હટે છે, પરંતુ ફરી વરસાદ શરૂ થઈ જાય છે. જેને કારણે આઉટફિલ્ડ ખૂબ જ ભીનું થઈ જાય છે. રવિવારે સાંજે ચાર વાગે પણ ધર્મશાળામાં ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે સતત વરસાદની આગાહી કરી છે, જેના કારણે મેચ રદ થઈ શકે છે.

આ પહેલા ધર્મશાળામાં કાળા વાદળોની સાથે સાથે રનનો વરસાદ થવાની શક્યતા હતી, પરંતુ બપોર બાદ ફરી વરસાદ શરૂ થયો. ગ્રાઉન્ડ સ્ટાફે પીચ તરત જ કવર કરી. લગભઘ અડધો કલાક સુધી ધર્મશાળામાં ભારે વરસાદ પડ્યો. જો કે કેટલાક સમય બાદ આકાશ ચોખ્ખુ થયું છે, પરંતુ ધર્મશાળાના સ્ટેડિયમમાં ખૂબ જ પાણી ભરાયેલું છે, જે બહાર કઢાઈ રહ્યું છે.

હવામાન વિભાગે વરસાદ ન પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. જો કે વરસાદ પડવાથી ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા છે. પિચ ક્યૂરેટર સુની ચૌહાણનું કહેવું છે કે વરસાદ અટક્યો તો મેચ થશે. ગ્રાઉન્ડ સ્ટાફે લગભઘ આખું ગ્રાઉન્ડ કવર કર્યું છે. જ્યાં જ્યાં કવર નથી ત્યાં ત્યાં સુપર સોપર મશીન દ્વારા પાણી સૂકવી દેવાશે.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાની જેવા દેખાવું છે 'કૂલ', તો જાણો તેના સ્ટાઈલ સીક્રેટ

જો વરસાદ અટક્યો તો મેદાનમાં રનવર્ષા જોવા મળી શકે છે. કારણ કે બંને ટીમો પાસે આક્રમક બેટ્સમેન છે. ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા, શિખર ધવન, કોહલી, હાર્દિક પંડ્યા જેવા વિસ્ફોટક બેટ્સમેન છે, તો દક્ષિણ આફ્રિકા પાસે ક્વિન્ટ ડીકોક, ડેવિડ મિલર, ડુસૈન અને તંબા બાવુમા ડેવા હિટર છે.

sports news cricket news team india south africa t20 international