31 January, 2025 08:37 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૮ જાન્યુઆરીએ ભારતીય ટીમે રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામે ત્રીજી T20 મૅચમાં ૨૬ રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારતીય ટીમની ૭૦૦મી હાર હતી. ભારતીય ટીમ ૭૦૦ ઇન્ટરનૅશનલ મૅચ હારનારી પહેલી એશિયન ટીમ અને જગતની ત્રીજી ટીમ બની છે. ભારત પહેલાં ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૭૦૦થી વધુ ઇન્ટરનૅશનલ હારનો સામનો કરી ચૂકી છે. ભારતીય ટીમની ૧૮૯૨ મૅચમાંથી ૯૦૨માં જીત, ૭૦૦માં હાર થઈ છે તથા ૧૭ મૅચ ટાઇ, ૨૨૩ ડ્રૉ અને ૫૦ મૅચ નો-રિઝલ્ટ રહી છે.
|
સૌથી વધારે ઇન્ટરનૅશનલ |
|
|
ઇંગ્લૅન્ડ (૨૦૯૦ મૅચ) |
૭૭૭ |
|
વેસ્ટ ઇન્ડીઝ (૧૬૮૨ મૅચ) |
૭૪૦ |
|
ભારત (૧૮૯૨ મૅચ) |
૭૦૦ |
|
શ્રીલંકા (૧૪૫૬ મૅચ) |
૬૮૬ |
|
ન્યુ ઝીલૅન્ડ (૧૫૩૩ મૅચ) |
૬૮૧ |