શું રદ થશે ભારત-પાક મેચ? કેન્દ્રીય મંત્રીએ કહ્યું- પાક સાથે મેચ અંગે ફરી વિચાર

18 October, 2021 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જમ્મૂ-કાશ્મીરમાં સતત થતા આતંકવાદી હુમલાને જોતા પાકિસ્તાન સાથે થનારી ભારતીય ક્રિકેટ ટીમની મેચને રદ કરવાની માગ વધવા લાગી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

જમ્મૂ-કાશ્મીરમાં (Terror Attackes in Jammu-Kashmir)  સતત થતા આતંકવાદી હુમલાને જોતા પાકિસ્તાન (Pakistan) સાથે થનારી ભારતીય ક્રિકેટ ટીમની (Indian Cricket Team) મેચને રદ (Match Cancel) કરવાની માગ વધવા લાગી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન થવી જોઈએ. તો, પંજાબ સરકારમાં મંત્રી પરગટ સિંહે પણ એ જ માગ કરી છે.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન થવી જોઈએ. આ અંગે ફરી વિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો વિશ્વની સામે આવી ચૂક્યો છે. આનું પરિણામ પણ પાકિસ્તાને ભોગવવું પડશે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રવિવારના જોધપુરમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોકસભામાં સામેલ થયા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન આ વાત કહી.

ગિરિરાજ સિંહે કહ્યું, જમ્મૂ કાશ્મીરમાં થતા આતંકવાદી હુમલાને જોતા આગામી દિવસોમાં થનારા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ પર એકવાર ફરીથી વિચાર કરવાની જરૂર છે. સંબંધો હજી સારા નથી. ગિરિરાજ સિંહ આ દરમિયાન કૉંગ્રેસ પર પણ ખૂબ જ વરસ્યા. તેમણે કહ્યું, "દેશમાં કૉંગ્રેસ પાર્ટી ખોટી રાજનીતિ કરી રહી છે. રાજસ્થાનમાં વાલ્મીકિ સમાજના લોકો સાથે અત્યાચાર થઈ રહ્યો છે. મહિલાઓ સાથે બળાત્કાર થઈ રહ્યા છે. કાશ્મીરમાં હિંદુઓને ટારગેટ કરીને મારી નાખવામાં આવી રહ્યા છે. આ મુદ્દે કંઇ ન બોલીને લખીમપુરમાં જઈને રાજનીતિ કરી રહ્યા છે." જમ્મૂ-કાશ્મીરમાં તાજેતરમાં જ આતંકવાદીઓ દ્વારા એક પાણીપુરી વેચનારને નિશાને લેવામાં આવ્યા હતા, વ્યક્તિનું નિધન થઈ ગયું હતું. બિહારના બાંકાના રહેવાસી આ વ્યક્તિના પિતાએ પણ માગ કરી છે કે ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની જે મેચ થવાની છે, તે રદ કરવી જોઇએ.

પંજાબ સરકારના મંત્રીએ પણ ઉઠાવી માગ
પંજાબ સરકારમાં મંત્રી પરગટ સિંહ તરફથી આ માગ કરવામાં આવી છે. પંજાબના કેબિનેટ મંત્રી પરગટ સિંહે કહ્યું કે મેચ ન થવી જોઇએ, કારણકે બૉર્ડર પર તાણની સ્થિતિ બનેલી છે. તેમણે કહ્યું કે હિંદુસ્તાન-પાકિસ્તાન તાણના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. જણાવવાનું કે જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાનના કરતૂતને કારણે ભારતના નવ સૈનિકો છેલ્લા એક અઠવાડિયામાં શહીદ થઈ ગયા છે. પાકિસ્તાન તરફથી સતત આતંકવાદી ભારતમાં ઘુસપેઠ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, એવામાં સતત સીમા પર મુઠભેડ થઈ રહી છે. આતંકવાદીઓ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે.

મનોજ સિન્હાએ કહ્યું -  લોહીના દરેક ટીપાંનો બદલો લેશું
ઘાટીમાં આતંકવાદીઓ તરફથી નાગરિકોને નિશાન બનાવવા પર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રવિવારે કહ્યું કે અમે નિર્દોષ નાગરિકોના લોહીના દરેક ટીપાંનો બદલો લેવામાં આવશે. સિન્હાએ આતંકવાદીઓ અને તેમના હમદર્દનો ખાતમો કરી પોતાના લોકોની લોહીના દરેક ટીપાંનો બદલો લેવાનું સંકલ્પ લીધું. સિન્હાએ કહ્યું કે જમ્મૂ-કાશ્મીરની શાંતિ અને સામાજિક-આર્થિક પ્રગતિ અને લોકોને વ્યક્તિગત વિકાસને અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉપરાજ્યપાલે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ `આવામ કી આવાજ`માં આ વાત કહી.

ભારત-પાક મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહેશે સાનિયા!
ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર થવાની યોજના બનાવી રહી છે. ભારત અને પાકિસ્તાન બે વર્ષ પછી કોઈ ઇન્ટરનેશનલ મેચ રમવાના છે. બન્ને દેશોની વચ્ચે 24 ઑક્ટોબરના આ મેચ રમાશે. નોંધનીય છે કે સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. શોએબ મલિકને પાકિસ્તાને પોતાની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં જગ્યા આપી છે. સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શૅર કરતા લખ્યું, "ભારત પાકિસ્તાન મેચના દિવસે હું ઝેરી માહોલથી બચવા માટે સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ રહી છું"

પાકિસ્તાન પર હંમેશાં ભારે રહ્યું ભારત
પાકિસ્તાન, ભારતને આજ સુધી વર્લ્ડ કપમાં હરાવી શક્યું નથી. ટી-20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ 5 વાર સામસામી આવી છે અને પાંચેયવાર ટીમ ઇન્ડિયાને જીત મળી છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને જ જીત્યો હતો. બે વર્ષ પહેલા વનડે વર્લ્ડ કપ 2019માં બન્ને ટીમોની મેચ હતી અને ભારતે આ મેચ જીતી હતી.

sports news sports cricket news