ફોલોઓન બાદ આફ્રિકા 132માં 8વિકેટ, ભારત ઐતિહાસિક જીતથી 2 વિકેટ દુર

21 October, 2019 07:05 PM IST  |  Ranchi

ફોલોઓન બાદ આફ્રિકા 132માં 8વિકેટ, ભારત ઐતિહાસિક જીતથી 2 વિકેટ દુર

ભારતીય ક્રિકેટ ટીમ

Ranchi : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારત ઐતિહાસીત જીતની નજીક છે. ભારત હવે જીતથી માત્ર 2 વિકેટ દુર છે. મેચના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની 16 વિકેટ પડી હતી. ભારતીય બોલર્સે ગ્રુપમાં એટેક કરતા પ્રથમ દાવમાં તેમને 162 રનમાં ઓલઆઉટ કર્યું હતું. 335 રનની લીડ મેળવી યજમાને ફોલોઓન કર્યું હતું. પ્રોટિયાસે બીજા દાવમાં 8 વિકેટે 132 રન કર્યા છે અને ભારતથી 203 રન પાછળ છે. બીજા દાવમાં ભારત માટે મોહમ્મદ શમીએ 3, ઉમેશ યાદવે 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.


એલ્ગરના કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે બ્રૂઇન બેટિંગ કરવા આવ્યો
ડિન એલ્ગર 16 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. એલ્ગરને માથામાં બોલ વાગ્યો હોવાથી આઈસીસીના કન્કશન નિયમ પ્રમાણે બ્રૂઇન તેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો છે. ક્રિકેટમાં ત્રીજી વાર કન્કશન સબ્સ્ટિટયૂટનો ઉપયોગ થયો છે. અગાઉ માર્કસ લબુચાને સ્ટીવ સ્મિથનો અને વિન્ડીઝનો બ્લેકવુડ ડેરેન બ્રાવોનો સબસ્ટિટ્યૂટ રહ્યો હતો. આફ્રિકાના સુકાની ફાફ ડુ પ્લેસીસ 4 રને શમીની બોલિંગમાં અલબીડબ્લ્યુ થયો હતો. ફાફે રિવ્યુ લીધો હતો પરંતુ તે અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. ટેમ્બા બાવુમા શૂન્ય રને શમીની બોલિંગમાં કીપર સાહા દ્વારા કેચ આઉટ થયો હતો. ઇનિંગ્સની શરૂઆતમાં કવિન્ટન ડી કોક 5 રને ઉમેશ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો.


આફ્રિકા પહેલી ઇનીંગમાં 162 રનમાં ઓલઆઉટ, ભારતે ફોલોઓન કર્યું
દક્ષિણ આફ્રિકા ભારત સામે રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં 162 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતને પ્રથમ દાવમાં 335 રનની લીડ મળી છે અને તેણે મહેમાન ટીમ પર ફોલોઓન કર્યું છે. પ્રોટિયાસ માટે ઝુબેર હમઝાએ મેડન ફિફટી ફટકારતાં 62 રન કર્યા હતા. તે ઉપરાંત ટેમ્બા બાવુમાએ 32 રન અને જોર્જ લિન્ડેએ 37 રનનું યોગદાન આપ્યું હતું. તેમનો અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટમાં રન સ્કોર કરી શક્યો ન હતો. ભારત માટે ઉમેશ યાદવે 3 વિકેટ, જયારે મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને શાહબાઝ નદીમે 2-2 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવ ભારતમાં સતત પાંચ ઇનિંગ્સમાં 3થી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

સૌથી વધુ વાર હરીફ ટીમ પર ફોલોઓન કરનાર ભારતીય સુકાની:

ખેલાડી          ફોલોઓન

વિરાટ કોહલી*    8 વાર

મો. અઝહર       7 વાર

ધોની               5 વાર

સૌરવ ગાંગુલી     4 વાર

cricket news team india