IND VS AUS: ચોથી વન-ડેમાં ભારતની હાર

10 March, 2019 09:42 PM IST  | 

IND VS AUS: ચોથી વન-ડેમાં ભારતની હાર

સિરીઝ 2-2ની બરીબરીએ

મોહાલી ખાતે રમાયેલી ચોથી વન-ડેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. 359ના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા 2 ઓવર બાકી ચેઝ કરતા જીત મેળવી હતી. એક સમયે માત્ર 12 રને 2 વિકેટ ગુમાવતા ઓસ્ટ્રેલિયન ટીમ દબાવમાં આવી હતી જો કે હેન્ડ્સકોમ્બ અને ખ્વાજાની મક્કમ બેટિંગે જીતનો પાયો નાખ્યો હતો. જો કે ઓસ્ટ્રેલિયન જીતનો હિરો રહ્યો હતો ટર્નર. માત્ર બીજી વન-ડે રમી રહેલા ટર્નરે 43 બોલમાં 84 રન બનાવતા ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.

359 રનનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે શરુઆત સારી રહી હતી નહી. માત્ર 12 રનના સ્કોરે ફિન્ચ અને માર્શ પવેલિયન પરત ફર્યા હતા. ખ્વાજા અને હેન્ડ્સકોમ્બ વચ્ચે 192 રનની પાર્ટનરશિપ થઈ હતી. માત્ર બીજી વિકેટ રમી રહેલા એસ્ટોન ટર્નરે ટીમને જીતનો સ્વાદ ચખાડ્યો હતો

 

આ પણ વાંચો: Video : IPL 2019માં રાજસ્થાન રોયલ્સ ટીમનો "હલ્લા બોલ"

 

ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી આ સિવાય ભુવનેશ્વર કુમાર, કુલદિપ યાદવ અને ચહલને 1-1 વિકેટ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, 5 મેચની સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 2-2 જીત સાથે બરાબરી પર છે . 5મી વન-ડે બન્ને ટીમો માટે ખાસ રહેશે. બન્ને ટીમો પાંચમી મેચ જીતી સિરીઝ પર કબજો કરવા મેદાન પર ઉતરશે.

cricket news sports news