Video : IPL 2019માં રાજસ્થાન રોયલ્સ ટીમનો "હલ્લા બોલ"

Mar 10, 2019, 19:32 IST

23 માર્ચથી શરુ થવા જઈ રહેલી Ipl પહેલા રાજસ્થાન રોયલ્સે 45 સેકેન્ડનો પ્રોમો જાહેર કર્યો છે. 45 સેકેન્ડના આ વિડિયા દ્વારા રાજસ્થાન રોયલ્સ દ્વારા ઈમોશ્નલી લોકો સાથે અટેચ થવાના પ્રયત્નો કર્યા છે.

Video : IPL 2019માં રાજસ્થાન રોયલ્સ ટીમનો "હલ્લા બોલ"
રાજસ્થાન રોયલ્સે જાહેર કર્યો 45 સેકેન્ડનો પ્રોમો

રાજસ્થાન રોયલ્સ આઈપીએલની 12મી સીઝનમાં ફરીથી "હલા બોલ" કરશે. રાજસ્થાન રોયલ્સ ટીમે આ વર્ષે જ તેની ટી-શર્ટનો રંગ બદલીને પિંક કર્યો છે. 23 માર્ચથી શરુ થવા જઈ રહેલી Ipl પહેલા રાજસ્થાન રોયલ્સે 45 સેકેન્ડનો પ્રોમો જાહેર કર્યો છે. 45 સેકેન્ડના આ વિડિયા દ્વારા રાજસ્થાન રોયલ્સ દ્વારા ઈમોશ્નલી લોકો સાથે અટેચ થવાના પ્રયત્નો કર્યા છે.

IPLની પહેલી સિઝનથી જ રાજસ્થાન રોયલ્સને એક અંડરડોગ ટીમ તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા ઘણા નવા પ્લેયર્સને પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. મોટા નામોની ગેરહાજરી અને એક સામાન્ય શરુઆતથી જ રાજસ્થાન રોયલ્સની ટીમે IPLનો પહેલો ખિતાબ પોતાના નામે કર્યો હતો. રાજસ્થાન રોયલ્સ નાના પ્લેયર્સને હમેશા પ્રમોટ કરતુ આવ્યું છે.

 

આ પણ વાંચો: IPL 2019: જાણો કોના નામે છે સૌથી વધુ મેડન ઓવર્સ

 

IPLની 12મી સીઝન પહેલા ક્રિકેટપ્રેમીઓને સંદેશો પહોચાડતો વિડીયો રાજસ્થાન રોયલ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે જે પ્લેયર્સ દેશનું ઈન્ટરનેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમના મૂળ તો શેરીઓમાં જ છે. આ વિડિયો એવાર્ડ વિનર એજન્સી ઓગીલી અને માથેર દ્વારા તૈયાર કરાયો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK