રોહિતની બેવડી સદી, ભારતે 497/9 દાવ ડિક્લેર કર્યો, આફ્રિકાનો સ્કોર 9/2

20 October, 2019 07:45 PM IST  |  Ranchi

રોહિતની બેવડી સદી, ભારતે 497/9 દાવ ડિક્લેર કર્યો, આફ્રિકાનો સ્કોર 9/2

આફ્રિકા સામે રોહિત શર્માની બેવડી સદી (PC : BCCI)

Ranchi : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં બીજા દિવસના અંતે ભારતે 9 વિકેટે 497 રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ આક્રમક ઇનીંગ રમતા બેવડી સદી ફટકારતા 212 રનની ઇનીંગ રમી હતી. તો અજિંક્ય રહાણેએ પોતાની 11મી ટેસ્ટ સદી ફટકારતા 115 રન નોંધાવ્યા હતા. જવાબમાં આફ્રિકાએ શરૂઆત સારી કરી ન હતી અને બીજા દિવસના અંતે 2 વિકેટના ભોગે 9 રન કર્યા હતા. ફાફ ડુ પ્લેસીસ 1 રને અને ઝુબેર હમઝા 0 રને અણનમ છે. ડિન એલ્ગર શૂન્ય અને કવિન્ટન ડી કોક ચાર રને અનુક્રમે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવના શિકાર બન્યા હતા.


રોહિત ટેસ્ટ અને વનડેમાં બેવડી સદી મારનાર ચોથો ખેલાડી બન્યો
રોહિત શર્માની શાનદાર ઇનિંગ્સ થકી ભારતે પ્રથમ દાવમાં જંગી સ્કોર કર્યો હતો. તેણે ગિડીની બોલિંગમાં પુલ શોટ રમીને ડીપ સ્કવેર લેગ પર સિક્સ મારીને 200 રન પૂરા કર્યા હતા. તે ટેસ્ટ અને વનડે બંનેમાં બેવડી સદી મારનાર વર્લ્ડનો ચોથો પ્લેયર બન્યો છે. તેની પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને ક્રિસ ગેલે આ સિદ્ધિ મેળવી હતી. તે ઉપરાંત અજિંક્ય રહાણેએ પોતાના ટેસ્ટ કરિયરની 11મી સદી મારીને 115 રન કર્યા હતા. રોહિત- રહાણેએ ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી કરી હતી. તે બંને સિવાય રવિન્દ્ર જાડેજાએ પણ કરિયરની 13મી ફિફટી મારી હતી. તે 51 રને આઉટ થયો હતો. તેમજ 9મા ક્રમે બેટિંગ કરવા આવેલા ઉમેશ યાદવે 10 બોલમાં 5 છગ્ગાની મદદથી 31 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે જોર્જ લિન્ડેએ 4 વિકેટ લીધી હતી. રોહિત દ. આફ્રિકા સામે 500થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય બન્યો. અગાઉ પ્રોટિયાસ સામે સૌથી વધુ રનનો રેકોર્ડ મોહમ્મદ અઝહરના નામે હતો. અઝહરે 1996/97માં 388 રન કર્યા હતા.


ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ એવરેજ:

રોહિત શર્મા : 99.84
સર ડોન બ્રેડમેન : 98.22

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

રોહિત ભારત માટે સીરિઝમાં 500 રન કરનાર પાંચમો ઓપનર બન્યો
તેની પહેલા વિનુ માંકડ, બી કુંદરન, સુનિલ ગાવસ્કર (5 વાર) અને વિરેન્દ્ર સહેવાગ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. અજિંક્ય રહાણે 115 રને જોર્જ લિન્ડેની બોલિંગમાં ક્લાસેન દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે તેમજ ભારતમાં ત્રણ વર્ષ પછી ટ્રિપલ ડિજિટ સુધી પહોંચ્યો હતો. રહાણે અને રોહિતે ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી કરી હતી.

cricket news rohit sharma team india