ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં ભારત નંબર-વન

16 February, 2023 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેન ઇન બ્લુએ ઑસ્ટ્રેલિયાને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં એક દાવ અને ૧૩૨ રનથી હરાવવાની સાથે મોખરાનો રૅન્ક મેળવ્યો છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી

ભારતે ટેસ્ટના રૅન્કિંગ્સમાં પણ ગઈ કાલે નંબર-વનનો રૅન્ક મેળવી લીધો એ સાથે ભારતીય ક્રિકેટરો આ જેન્ટલમેન્સ ગેમનાં ત્રણેય ફૉર્મેટમાં નંબર-વન થઈ ગયા છે. મેન ઇન બ્લુએ ઑસ્ટ્રેલિયાને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં એક દાવ અને ૧૩૨ રનથી હરાવવાની સાથે મોખરાનો રૅન્ક મેળવ્યો છે.

ભારત ઘણા સમયથી ટી૨૦માં નંબર-વન છે અને ગયા મહિને ન્યુ ઝીલૅન્ડ સામેની ઓડીઆઇ સિરીઝ ૩-૦થી જીતી લઈને વન-ડેમાં પણ અવ્વલ રૅન્ક મેળવ્યો હતો. ટેસ્ટમાં ભારતના ૧૧૫ સામે બીજા નંબરના ઑસ્ટ્રેલિયાના ૧૧૧ રેટિંગ પૉઇન્ટ છે. ટી૨૦માં ભારત (૨૬૭) પ્રથમ નંબરે અને ઇંગ્લૅન્ડ (૨૬૬) બીજા નંબરે છે. વન-ડેમાં ભારત (૧૧૪) પહેલા સ્થાને અને ઑસ્ટ્રેલિયા (૧૧૨) બીજા સ્થાને છે.

2
અશ્વિન ટેસ્ટ-બોલર્સના રૅન્કિંગ્સમાં આટલા નંબર પર આવી ગયો છે. જાડેજાનો રૅન્ક સુધરીને ૧૬ થઈ ગયો છે.

sports news sports cricket news indian cricket team test cricket t20 international